અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

નોન ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ વાર્ષિક ફી નહીં વસૂલી શકે, સરકારે જાહેર કર્યો પરિપત્ર

201629Aug
નોન ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ વાર્ષિક ફી નહીં વસૂલી શકે, સરકારે જાહેર કર્યો પરિપત્ર

રાજ્યમાં આવેલી નોન ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો હવેથી એડવાન્સમાં વાર્ષિક કે છ- માસિક ફીની વસૂલાત કરી શકશે નહીં! શિક્ષણ વિભાગે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોની એક તરફી મનમાની ઉપર અંકુશ લાવવા વાલીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે. હવેથી નોન ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલનુ મેનેજમેન્ટ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી શિક્ષણ સહિતની સેવાઓ પેટે વધુમાં વધુ બે મહિનાની જ ફી ઉઘરાવી શકશે.

શિક્ષણ વિભાગના ઉપસચિવ જયેશ જોષીની સહીથી સરકારે અનુદાન વગરની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની વ્યવસ્થાપન નીતિ નક્કી કરવા માટે ઠરાવ પ્રસિધ્ધ થયો છે. જેમાં પ્રાથમિક શિક્ષણની સેલ્ફ ફાઈનાન્સ કે નોન ગ્રાન્ટેડ સ્કૂલો સંદર્ભે કોઈ ચોખવટ કરવામાં આવી નથી પરંતુ, આ ઠરાવના સિધ્ધાંતો ત્યાં પણ અસરકારક બનશે તે સ્પષ્ટ છે. ઠરાવમાં કહેવાયુ છે કે, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સેલ્ફ ફાઈનાન્સ કે નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી જે તે શાળાએ વસૂલવામાં આવતી ફી દર મહિને અથવા તો શાળા દ્વારા નિર્ણય કરવામાં આવે તો દર બે મહિને લેવાની રહેશે”

આ પ્રકારના નિર્ણયો પાછળના કારણો સમજાવતા ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોને મંજૂરી આપવા સરકારે જૂન- ૧૯૯૩થી નીતિ નક્કી કરી છે. સરકારી ગ્રાન્ટ વગર સંચાલિત આ પ્રકારની સ્કૂલોની સ્વાયત્તતા યથાવત રાખીને સરકારે જૂલાઈ- ૨૦૧૧માં આદર્શ આચારસંહિતા અમલમાં મુકી હતી. આમ છતાંયે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના મેનેજમેન્ટ દ્વાર સ્વાયતત્તાનો દુરપયોગ કરીને આડેઘડ ફી વધારો થતો રહ્યો, વિકાસના નામે દાનની માગંણીઓ થઈ હોવાની અસંખ્ય ફરીયાદો છેલ્લા પાંચ વર્ષમાં સરકારને મળી હતી. આથી, ગત જૂલાઈ મહિનામાં સરકારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાં ફી વધારા, ડોનેશનની વસૂલાત મુદ્દે કલેક્ટરના અધ્યક્ષપદે એક દરેક જિલ્લાઓમાં સમિતિ બનાવીને કાર્યાન્વિત કરી હતી. આ સમિતિ સમક્ષ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો આખા વર્ષની એડવાન્સમાં ફી વસૂલી રહ્યા હોવાની ફરિયાદો ઉઠતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણય કર્યો છે.

અટકાવવાની દાદાગીરી બંધ

આ નિર્ણયથી વાલીઓને સૌથી મોટી રાહત થશે. સાગમેટે રૂ.૩૦,૦૦૦થી દોઢ-બે લાખની ફી વસૂલતી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટને હવેથી દર મહિને કે બે મહિને ફી સ્વિકારવી પડશે. એટલુ જ નહી, અંગત કારણોસર ચાલુ સત્ર દરમિયાન વિદ્યાર્થીને સ્કૂલ છોડવાની થાય કે પછી અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનુ થાય તેવા કિસ્સાઓમાં ર્વાિષક ફી ચૂકવવાની શરતે લિવિંગ સર્ટીફિકેટ અટકાવી રાખતા મેનેજમેન્ટ ઉપર પણ નિયંત્રણ આવશે. આવા કિસ્સાઓમાં પિડિત વાલી જે તે જિલ્લાના કલેક્ટર સમક્ષ ફરિયાદ કરી શકશે.

અન્ય/Other,View : 502

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Obstacles are those frightful things you see when you take your eyes off the goal. Henry Ford