અક્કલ…..

 • તને કોઇ ભુલી શકે ?

  એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

  આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

  ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

  પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

  પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

  પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

  પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

  પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

  પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

  ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

  પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

  પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

નોટબંધી જેવો સીન ફરીથી દિવાળી ટાણે!, ઑક્ટોબરથી ATMમાંથી નહીં નીકળે 500-2000ની નોટ?

201710Aug
નોટબંધી જેવો સીન ફરીથી દિવાળી ટાણે!, ઑક્ટોબરથી ATMમાંથી નહીં નીકળે 500-2000ની નોટ?

આ વર્ષે દિવાળી પર શૉપિંગ કરવા માટે એટીએમ તમને સાથ આપશે નહીં. હવે દિવાળીથી બેન્કોના એટીએમમાં 500 અને 2000 રૂપિયાની નોટ મળશે નહીં.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કોને પત્ર લખીને આ પ્રકારની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. આરબીઆઈ એ બેન્કોને કહ્યું છે કે ઑક્ટોબરથી કુલ એટીએમના 10 ટકા એટીએમ મશીનમાં માત્ર 100 રૂપિયાની નોટ જ મૂકવામાં આવે. એક મીડિયા અહેવાલ પ્રમાણે 500 રૂપિયાની નોટની અછત સર્જાઇ છે અને 2000 રૂપિયાની નોટ છાપવાનું ઘટી ગયું છે તેવી માહિતી બહાર આવી રહી છે.

આથી જ એટીએમમાં માત્ર 100 રૂપિયાની નોટ જ સપ્લાય કરવામાં આવી રહી છે. 500 રૂપિયાની નોટોને લોકોએ ફરીથી જમા કરવાનું શરૂ કરી દીધું છે. તેના લીધે આ અછત આવી છે. બેન્કના સૂત્રોનું કહેવું છે કે કેટલીક બેન્કો એટીએમમાં 100 રૂપિયાની નોટ નાંખતી જ નથી. તેઓ માત્ર મોટી નોટની જ સપ્લાય કરે છે.

તેના લીધે કેટલીક વખત લોકોને મુશ્કેલી પડે છે. આથી આરબીઆઈનો આ નિયમ બેન્કોને 100 રૂપિયાની નોટનું સર્કુલેશન વધારવા માટે કરાયો છે. એકવર્ષ પહેલાં રજૂ કરાયો હતો સર્કુલર, ફરીથી યાદ અપાવી આરબીઆઇ એ આ સર્કુલર નોટબંધી પહેલાં ગયા વર્ષે રજૂ કર્યો હતો પરંતુ નોટબંધીના લીધે લાગૂ થઇ શકયો નહોતો.

હવે આરબીઆઈ એ બેન્કોને ફરીથી પોતાના આ સર્કુલરની યાદ અપાવી છે અને તેમને ઑક્ટોબરથી અમલ કરવાનું કહ્યું છે. જો આમ થયું તો ફરીથી માર્કેટમાં રોકડની સૌથી વધુ મુશ્કેલી ઉભી થશે. તેમજ એટીએમ પર પણ લાંબી લાઇનો લાગવાનું ફરીથી શરૂ થઇ જશે. આરબીઆઈના આ પગલાંથી નોટબંધી અને ડિજિટલાઇઝેશનથી પરેશાન લોકોને તહેવાર પહેલાં જ ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.

દિવાળી એવો તહેવાર છે જ્યારે લોકો સૌથી વધુ રોકડ ખર્ચ કરે છે અને એટીમએથી વધુ પૈસા નીકાળે છે. નોટબંધી દરમ્યાન પણ બેન્ક એટીએમમાં 100 રૂપિયાની નોટ જ વધુ મૂકવામાં આવી હતી, તેની સંખ્યા સૌથી ઓછી હોય છે. હવે જોવાનું એ રહેશે કે શું ફરીથી નોટબંધીવાળો સીન દિવાળી જેવા મોટા તહેવાર પર જોવા મળશે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 181

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.