અક્કલ…..

 • બોલીવુડના જોક્સ

  મુવી ડિરેક્ટર કહેઃ હવે તારે આ સીનમા ૧૫મા માળથી કુદવાનુ છે.
  બીચારો નવો એક્ટરઃ પણ સર જો મને કઇ થઇ ગયુ તો?
  ડિરેક્ટરઃ અરે ચીંતા ના કર, આ મુવીનો છેલ્લો સીન જ છે.

નીટમાં રાજ્યના ૩૦ હજાર વિદ્યાર્થી ક્વોલિફાઈડ થયાં

201724Jun
નીટમાં રાજ્યના ૩૦ હજાર વિદ્યાર્થી ક્વોલિફાઈડ થયાં

દેશભરની ૪૭૦ મેડિકલ કોલેજની ૬૫,૧૭૦ સીટ અને ૩૦૮ ડેન્ટલ કોલેજની ૨૫,૭૩૦ સીટ પર એડમિશન માટે લેવાયેલી ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ’નું આજે સીબીએસઈએ રિઝલ્ટ જાહેર કર્યું હતું.

નીટ માટે નોંધાયેલા ૧૧,૩૮,૮૯૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૦,૯૦,૦૮૫ વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. જેમાંથી ૬,૧૧,૭૩૯ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ જાહેર થયાં છે.

ગુજરાતમાંથી ૬૦ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી ૩૦ હજાર વિદ્યાર્થીઓ કટઓફ સ્કોર મેળવવામાં સફળ રહ્યાં હતા. સુરતની નિશિતા પુરોહિતે ૬૮૫ માર્ક સાથે ૯૯.૯૯ પર્સન્ટાઈલ મેળવીને ૧૧મી રેન્ક મેળવી છે. ટોપ-૨૫માં રાજ્યના ૨ અને ટોપ-૧૦૦માં ૪ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ગુજરાતના અંદાજે ૨૨ કરતાં વધુ વિદ્યાર્થીઓ ટોપ-૧૦૦૦માં સ્થાન મેળવ્યું છે.

અમદાવાદના આર્યન મેચુએ ૨૩૮, મનાલી અગ્રવાલે ૪૩૬, ગરીમા દાવડાએ ૫૪૨મી રેન્ક મેળવી છે. તે સિવાય અમદાવાદના વિદ્યાર્થીઓનો નબળો દેખાવ રહ્યો છે. અગાઉ ૮મી જૂને રિઝલ્ટ જાહેર થવાનું હતું તેના બદલે આજે ૨૩મી જૂને જાહેર થયું છે.

નીટમાં ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓએ પેપર અઘરું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં રિટ કરી હતી. પરંતુ અંતે સુપ્રીમના આદેશના પગલે સીબીએસઈને આદેશ કરતાં રિઝલ્ટ જાહેર થયું હતું.

ઓલ ઈન્ડિયા ક્વોટા ઓનલાઈન કાઉન્સેલિંગનું શિડયુલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલીંગ ૩ થી ૧૧ જુલાઈ, ચોઈસ ફિલીંગ અને લોકિંગ ૧૨મી જુલાઈ, પ્રથમ રાઉન્ડ માટે સીટ એલોટમેન્ટ ૧૩ થી ૧૪ જુલાઈ, પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ જાહેર થશે ૧૫મી જુલાઈ, કોલેજમાં રિપોર્ટીંગ ૧૬ થી ૨૨ જુલાઈ, બીજા રાઉન્ડ માટે ચોઈસ ફિલીંગ, લોકિંગ અને નવા રજિસ્ટ્રેશન ૧ થી ૪ ઓગસ્ટ, બીજા રાઉન્ડનું એલોટમેન્ટ ૫ થી ૭ ઓગસ્ટ, બીજા રાઉન્ડનું રિઝલ્ટ જાહેર થશે ૮મી ઓગસ્ટ, બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય તેણે કોલેજમાં ૯ થી ૧૬ ઓગસ્ટમાં રિપોર્ટીંગ કરાવવાનું રહેશે.

ખાલી સીટ સ્ટેટ ક્વોટામાં પરત ૧૬મી ઓગસ્ટ એડમિશન કમિટી ૨૮મી જૂન પછી ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે નીટનું રિઝલ્ટ જાહેર થવા છતાં પણ રાજ્યની મેડિકલની એડમિશન કમિટી જાહેર રજાના કારણે ત્રણ દિવસ સુધી કશું કરી શકે તેમ નથી.

શનિવાર, રવિવાર અને સોમવારે ઈદની રજા બાદ સીબીએસઈ પાસેથી રિઝલ્ટની સીડી મળશે. સીડી મળ્યા બાદ કમ્પ્યુટરમાં ચડાવાશે. કમ્પ્યુટર તેને વેરિફાઈ કરશે. ત્યારપછી કમિટી ફોર્મ ભરવા માટેની તારીખની જાહેરાત કરશે. ગુજરાતની સ્કૂલમાંથી ધો.૧૧-૧૨ કર્યું હોય તે એડમિશન માટે લાયક ગણાશે. રૂ.૨૦૦માં પીન મળશે. માહિતી પુસ્તિકા ઓનલાઈન ફ્રી રહેશે. અલગ પુસ્તિકા નહીં અપાય.

મેડિકલ અને પેરામેડિકલ માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે. એમબીબીએસ, બીડીએસ, ફિઝીયોથેરાપી, આયુર્વેદ અને હોમિયોપથીની સીટ નીટના સ્કોરના આધારે ભરાશે.

વિદ્યાર્થી નીટનો સીટ નંબર નાખે એટલે તેને નીટનું મેરિટ અને ગુજરાત શિક્ષણ બોર્ડનો સીટ નંબર નાખે એટલે બોર્ડનું મેરિટ દેખાશે. જ્યારે પેરામેડિકલની સીટ ધો.૧૨ના માર્કના આધારે ભરાશે. કુલ મળીને ૧૩ કોર્સની ૧૫ હજાર કરતાં વધુ સીટ માટે પ્રવેશ પ્રક્રિયા થશે. હજુ સુધી જો કે એડમિશનના નિયમો બન્યાં નથી. લીગલ વિભાગમાં નિયમો મંજૂર થાય પછી જાહેર થશે.

વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાની રાહ જોઈ રહ્યાં છે પરંતુ આ માસના અંત પહેલાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવા ચિન્હ નથી. નિશિતાને ર્કાિડયો સર્જન બનવું છે સુરત : નીટ-યુજીમાં સુરતની નિશીતા પુરોહિત અને વિષ્ણુ સિંઘલ ઓલ ઇન્ડિયા ટોપ-૨૫માં ઝળક્યા હતા.

એઇમ્સ દિલ્હીની પરીક્ષામાં દેશમાં નંબર-૧ રહેલી સુરતની નિશીતા પુરોહિતે ૬૮૫ માર્ક્સ, ૯૯.૯૯૮૪૪૦ પર્સેન્ટાઇલ સાથે દેશમાં ૧૧મો ક્રમ મેળવ્યો હતો.

તેમજ સુરતના જ વિષ્ણુ સિંઘલે ૬૮૧ માર્ક્સ, ૯૯.૯૯૭૫૨૩ પર્સેન્ટાઇલ સાથે દેશમાં ૨૩મો ક્રમ મેળવ્યો હતો. કોટામાં ભણતી નિશીતાને હવે ર્કાિડયોસર્જન બનવાની ખેવના છે. જ્યારે વિષ્ણુ સિંઘલે પરિણામનો શ્રેય પરિશ્રમ અને પરિવારને આપ્યો હતો. વિષ્ણુના પિતા ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા છે. તે રોજ ૭ કલાક મહેનત કરતો હતો.

 

source: sandesh

શિક્ષણ/Education,અહમદાબાદ/Ahmedabad,સુરત/Surat,View : 931

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હું એક એવા પિતાની શોધમાં છું જે પોતાની દીકરીને દહેજમાં ૧૦ તોલા સોનું નહીં પરંતુ ૧૦ સારા પુસ્તક આપે.