અક્કલ…..

  • સપનામાં એક છોકરી આવી

    પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
    પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
    પત્નીઃ એકલી આવી હશે.
    પતિઃ તને કેવી રીતે ખબર?
    પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

નીટમાં ગુજરાતીમાં રાજકોટ કેન્દ્રમાં ફેરિયાનો પુત્ર અવ્વલ

201724Jun
નીટમાં ગુજરાતીમાં રાજકોટ કેન્દ્રમાં ફેરિયાનો પુત્ર અવ્વલ

રાજકોટ નીટનું શુક્રવારે પરિણામ જાહેર થયું છે જેમાં રાજકોટ કેન્દ્રમાં ગુજરાતી માધ્યમમાં પાન-મસાલાની ફેરી કરતા ગોપાલભાઇ ખત્રીનો પુત્ર દિવ્યેશ 500 ગુણ સાથે ફર્સ્ટ આવ્યો છે અને ઓલ ઇન્ડિયા રેન્કમાં 26000મા ક્રમે આવ્યો છે, જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં રાજકોટ કેન્દ્રમાં યશરાજ ધ્રુવ 666 ગુણ સાથે ફર્સ્ટ આવ્યો છે અને ઓલ ઇન્ડિયા રેન્કમાં 190માં ક્રમે આવ્યો છે.

રાજકોટના યુનિવર્સિટી રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થી દિવ્યેશ ગોપાલભાઇ ખત્રીએ પોતાની સફળતા વિશે જણાવતા કહ્યું હતું કે, ધો.12 સાયન્સ બાદ નીટ ફરજિયાત થતા પરીક્ષાના બદલે નીટ પર જ ફોકસ કર્યું હતું.

છેલ્લા પાંચ માસ સીબીએસઇના તમામ સાયન્સ પુસ્તકો વાંચી તૈયારી કરી હતી જેના કારણે ધો.12 સાયન્સના પ્રથમ ત્રણ સેમેસ્ટરનું પરિણામ 98 ટકા હોવા છતાં ચોથા સેમેસ્ટરમાં માત્ર 79 ટકા પરિણામ આવ્યું હતું અને ઓવરઓલ પરિણામ 93 ટકા થયું હતું.

સીબીએસઇના પાઠ્ય પુસ્તકો ઉપરાંત અલગ-અલગ રેફરન્સ બુક રીફર કરતા પરીક્ષામાં સફળતા મળી છે. પરીક્ષામાં 600 ગુણનો ટાર્ગેટ રાખ્યો હતો, પરંતુ ગુજરાતી માધ્યમનું પેપર ખૂબ જ અઘરું નીકળતા 500 ગુણ આવ્યા છે.

જ્યારે અંગ્રેજી માધ્યમમાં યશરાજ ધ્રુવ 666 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 190, દ્વિજ વ્યાસ 656 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 237 અને દઢાણિયા નૈન 607 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 2254 પર આવ્યો છે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,શિક્ષણ/Education,View : 680

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.