અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

નિલેશ રૈયાણી હત્યાકેસઃ ભાજપ MLA જયરાજસિંહ સહિત ત્રણને જન્મટીપ

201712Aug
નિલેશ રૈયાણી હત્યાકેસઃ ભાજપ MLA જયરાજસિંહ સહિત ત્રણને જન્મટીપ

ગોંડલ વર્ષ 2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં ત્રણને હાઈકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. જેમાં ગોંડલ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઉર્ફે ભોગતરાણાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

શું હતો સમગ્ર મામલો ? કેસની વિગત મુજબ, તારીખ 08-02-2004ની રાતે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી યુટિલિટી જીપમાં પસાર થઇ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઇ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને ત્યાંથી પરત રાજવાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી.

આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વાયોજિત કાવતરું રચીને હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેવી રીતે શરૂ થયો વિવાદ ? બનાવના કારણમાં સમયે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિનુભાઈ શીંગાળા અને ધારાસભ્ય જાડેજા જૂથ વચ્ચેની ટક્કર ચરમ સીમા ઉપર પહોંચી હતી.

તા. 8 ના રોજ શહેરની લેઉવા પટેલ કન્યા છાત્રાલયમાં રખાયેલા લોક ડાયરામાં સંચાલકો દ્વારા ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો રામજી મારકણા દ્વારા વિરોધ કરાયો હતો, અને જો ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આવશે તો જોયા જેવી થશે તેવો પડકાર ફેંક્યો હતો, સામાપક્ષે અસ્તિત્વનો સવાલ ઉભો થયો હોય તેમ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું જૂથ પણ પડકાર ઝીલી આરપરની લડાઈ લાડવા તત્પર બન્યું હતું,

ત્યારે રાત્રે લોકડાયરામાં કંઈક નવાજૂની બનશે તેની દહેશત સમગ્ર શહેરમાં પણ ફેલાઈ હતી. સંસ્થાના વડા અને આયોજક વિઠ્ઠલભાઇ ધડુક માટે પણ ધર્મ સંકટ જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.

ચુકાદાને આગામી 45 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે આ સમગ્ર ઝઘડો જમીન વિવાદમાં થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન વિવાદમાં અત્યારસુધીમાં ત્રણ હત્યાઓ થઈ ચૂકી છે.

ત્યારે હત્યાનો ચુકાદો આપી હાઇકોર્ટે સજા ફટકારી હતી. જોકે, આ ચુકાદાને આગામી 45 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે. જયરાજસિંહ ધારાસભ્ય તરીકે ગેરકાયક ઠરી શકે છે હાઇકોર્ટના ચૂકાદા બાદ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જો કોર્ટ તરફથી રાહન ન મળી તો તેઓ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરી શકે છે.

સૌપ્રથમ આ કેસ ગોંડલ એડશિનલ સેશન્સ મામોતરાની અને બાદમાં એચ.જી.ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

 

source: divyabhaskar

ગુનો/Crime,ગોંડલ/Gondal,રાજકોટ/Rajkot,View : 821

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે.