ના હોય! સરકારી બેન્કોમાં ખાતું ધરાવનારા માટે આવી ગયા એકદમ આંચકારૂપ સમાચાર

201708Aug
ના હોય! સરકારી બેન્કોમાં ખાતું ધરાવનારા માટે આવી ગયા એકદમ આંચકારૂપ સમાચાર

સરકારી બેન્કોએ રૂપિયા 81,683 કરોડની વિક્રમજનક લોન માફ કરી નોન પર્ફોર્મિગ એસેસ્ટ્સ (એનપીએ)ને નિયંત્રણમાં લેવાના શ્રેણીબદ્ધ પગલાં છતાં માર્ચ 2017માં પૂરાં થયેલાં નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂપિયા 81,683 કરોડની વિક્રમજનક પરત નહીં ચૂકવાયેલી લોન માફ કરી દીધી છે.

નાણામંત્રાલયના આંકડા અનુસાર અગાઉના નાણાકીય વર્ષમાં રૂપિયા 57,586 કરોડની બેડ લોન માફ કરાઇ હતી. આમ છેલ્લા એક વર્ષમાં માફ કરાયેલી બેડ લોનમાં 41 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.

છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા માફ કરાતી લોનની રકમમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે તેમના નફામાં મોટો ઘટાડો થયો છે.

એનપીએમાં સતત ઉછાળા અને રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોને ફરજિયાત એસેસ્ટ્સ સમીક્ષા પડાયા બાદ તેમને એનપીએની સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. 2012-13માં 27,231 કરોડની લોન માફ કરાઇ હતી તેની સામે બેન્કોનો નફો 45,849 કરોડ રૂપિયા હતો પરંતુ 2016-17માં 81,683 કરોડની લોન માફ કરાઇ છે જેની સામે બેન્કો નો નફો ફક્ત 474 કરોડ રહી ગયો છે.

નાણામંત્રાલયના આંકડા દર્શાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂપિયા 2.46 લાખ કરોડની પરત નહીં ચૂકવાયેલી લોન માફ કરી દીધી છે.

છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોને રૂપિયા 47,915 કરોડની સહાય કરી હોવા છતાં તેમની નેટ ખોટ રૂપિયા 19,526 કરોડ પર પહોંચી ગઇ છે જે છેલ્લા એક દાયકાની સૌથી વધુ ખોટ છે.

રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે સપ્ટેમ્બર 2016માં બેન્કોની એનપીએ 9.2 ટકા હતી જે માર્ચ 2017માં 9.6 ટકા પર પહોંચી ગઇ હતી. મોટા કોર્પોરેટ ગૃહો અને ડિફોલ્ટરોના કારણે બેન્કો મોટી એનપીએનો સામનો કરી રહી છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 372

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સબંધ અને સંપતિ, મુઠ્ઠી ભરો તો રેતી છે….. અને જો વાવતા રહો તો ખેતી છે.