અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

નાગપુરમાં સેલ્ફી લેવી પડી મોંઘીઃ હોડી પલટી જતા 8 ડૂબ્યાં, 4ની મળી લાશ

201710Jul
નાગપુરમાં સેલ્ફી લેવી પડી મોંઘીઃ હોડી પલટી જતા 8 ડૂબ્યાં, 4ની મળી લાશ

નાગપુર. અહીંના વેના ડેમમાં રવિવારે પિકનિક મનાવવા ગયેલા 8 યુવક ડૂબી ગયા. હોડી પર 11 લોકો સવાર હતા, ત્રણને બચાવી લેવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, યુવક સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, આ દરમિયાન બેલેન્સ બગડતા હોડી પલટી ગઈ હતી. જેમાંથી 4 લોકોના શબ અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

નાવિકે યુવકોને રોક્યા હતા

-દત્તાત્રય નગર નિવાસી અમોલ દોડકે, રોશન દોડકે, ન્યૂ સુભેદાર લે આઉટ નિવાસી રાહુલ જાધવ, હિંગના નિવાસી અંકિત ભોસકર, હુડકેશ્વરના પરેશ કાટોકે, અતુલ ભોયર તથા ઉદય નગર નિવાસી પંકજ ડોઈફોડે, પ્રતીક આમડે કેટલાક અન્ય મિત્રોની સાથે પિકનિક ઉજવવા ગોંડખેરી સ્થિત વેના ડેમ ગયા હતા.

- પોલીસે જણાવ્યું કે, યુવકોએ હોડી ચાલક રોશન ખંદારે અને અક્ષય ખંદારે તથા અતુલ બાવનેની હોડી નક્કી કરી. નાવિકોએ તમામ મિત્રોને એક સાથે હોડીમાં સવાર થતા રોક્યા હતા પરંતુ તેઓ ન માન્યા. હોડીની એકસાથે આટલા લોકોને લઈ જવાની ક્ષમતા નહોતી.

આ રીતે થઈ દુર્ઘટના

- પોલીસ કન્ટ્રોલ રૂમે જણાવ્યું કે, હોડી પર સવાર થયા બાદ કેટલાક યુવક ગીતો ગાઈ રહ્યા હતા અને કેટલાક ડાન્સ કરી રહ્યા હતા. નાવિકોએ તેઓને હોડીમાં આવું કરતા રોક્યા હતા પરંતુ તેઓએ વાત માની નહોતી. ડોન્સ કરતા સેલ્ફી લેતી સમયે અચાનક સંતુલન બગડી ગયું અને હોડી ઊંડા પાણીમાં ડૂબી ગઈ.

આ રીતે બચ્યો 3 લોકોનો જીવ

- ડેમ પર ઉપસ્થિત સ્થાનિક લોકોએ ડૂબતા યુવકોને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી. અમોલ દોડકે તથા તેમના ભાઈ રોશન અને નાવ ચાલક અતુલને બહાર કાઢવામાં સફળતા મળી. ત્રણેયની સ્થિતિ નાજુક હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. - સોમવાર સવાર સુધી ચાર યુવકોના શબ મળી આવ્યા છે. બાકીની તલાશ માટે રેસ્ક્યૂ ટીમની મદદ લેવામાં આવી રહી છે.

 

source: divyabhaskar

ગુજરાત/Gujarat,View : 536

    Comments

    • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
    • વિજયભાઈ 20/06/20199033217789
    • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
    • Jayantilal Solanki 09/06/2019Super news paper
    • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
    • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
    • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
    • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
    • Amarsinh Zala29/05/2019nam kaho
    • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • We are not human beings on a spiritual journey. We are spiritual beings on a human journey.Stephen Covey