નવસારી જિલ્લામાં સરપંચ માટે ૫૮ વોર્ડસભ્ય માટે ૨૪૩ ફોર્મ ભરાયા

201607Dec
નવસારી જિલ્લામાં સરપંચ માટે ૫૮ વોર્ડસભ્ય માટે ૨૪૩ ફોર્મ ભરાયા

નવસારી જિલ્લામાં આગામી તા. ૨૭ મી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ યોજાનારી તાલુકાની ગ્રામપંચાયતોની સામાન્ય ચુંટણી માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનાં બીજા દિવસે કુલ ૩૦૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જે પૈકી સરપંચ માટે ૫૮ અને વોર્ડસભ્યો માટે ૨૪૩ ઉમેદવારોઅ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. આગામી તા. ૨૭/૧૨/૨૦૧૬ ના રોજ રાજ્યની અન્ય ગ્રામપંચાયતોની સાથે નવસારી જિલ્લાની ૩૬૭ પૈક ૩૧૩ ગ્રામપંચાયતોની સામાન્ય ચુંટણીઓ યોજાશે.

જેમાં ગઈકાલે તા. ૫/૧૨/૨૦૧૬ થી ઉમેદવારીપત્રો ભરવાનાં પ્રથમ દિવસે એકપણ ઉમેદવારીપત્રક ભરાયું ન હતું. આજે બીજા દિવસે ગ્રામપંચાયતની ચુંટણી લડવા ઈચ્છુકોએ જે-તે મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્ર ભરવા માટે ધસારો કર્યો હતો.

જેમાં નવસારી જિલ્લાનાં છ તાલુકા પૈકી નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ મળીન સરપંચપદ માટેની જગ્યા પર બિરાજમાન થવા ૫૮ મુરતીયાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે ગ્રામ પંચાયતોમાં વોર્ડમાં સભ્ય તરીકે ચુંટણી લડવ માટે ૨૪૩ મુરતીયાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ કુલ ૩૦૧ ઉમેદવારોએ આજે બીજા દિવસે પોતાનાં ઉમેદવારીપત્રો ભર્યા હતા. તા. ૧૦ મી ડિસેમ્બરે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ છે.

 

source: gujaratsamachar

નવસારી/Navsari,View : 984

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.