અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

નવસારીમાં પાંચ વર્ષની બહેનથી 15 દિવસના ભાઈની ઝોળીને લાગી આગ, માસૂમનું મોત

201704Mar
નવસારીમાં પાંચ વર્ષની બહેનથી 15 દિવસના ભાઈની ઝોળીને લાગી આગ, માસૂમનું મોત

નવસારીના સિસોદરા ગામ ખાતે શેરડીના ખેતરમાં પાંચ વર્ષીય બહેનથી રમતરમતમાં પંદર દિવસના ભાઈની ઝોળીને આગ લાગી જતા દાઝી જવાથી મોત નીપજ્યું હતું. માસૂમ પુત્રના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર, નંદુરબારનો વતની ભીમસિંગ વળવી પરિવાર સાથે નવસારીના સિસોદરા ગામે શેરડી કાપવાના પડાવમાં કામાર્થે આવ્યો છે.

ગત તા. ૨૬મીએ તેઓ ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે ૧૫ દિવસના પુત્ર કરણને શેરડીના માંચડાની નીચે સાડીની બનાવેલી ઝોળીમાં સૂવાડાવેલો હતો.

દરમિયાન ઝોળીમાં ભડકેલી આગ જોઈ તેઓ કરણને બચાવવા દોડી આવ્યાં હતા. નજીકમાં રમી રહેલી તેમની પાંચ વર્ષીય પુત્રી રોશનીથી દીવાસળી ઝોળીમાં પડી જતા આગ લાગી હતી. જેને લીધે માસૂમ કરણ માથા, ચહેરા, બંને હાથ, છાતી અને પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાને પગલે માતા-પિતા દિગ્મૂઢ થઈ ગયા હતા.

કરણને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એનઆઈસીયુ વોર્ડમાં દાખલ કરણનું ગઈકાલે રાત્રે મોત નીપજ્યું હતું. લાડકવાયા પુત્રના અકાળે મોતથી માતા-પિતાએ હૈયાફાટ રૃદન કર્યું હતું. બનાવ અંગે ખટોદરા પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી.

 

 

source: sandesh

 

નવસારી/Navsari,સુરત/Surat,View : 625

    Comments

    • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
    • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
    • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
    • Niravbhai 14/12/2018Please new name
    • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
    • Kalubha14/12/2018Dhan rasi
    • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
    • 12/12/2018Dhan rashi
    • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
    • Nayana Mehta10/12/2018Nice story
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સૌથી વધુ તાપમાન ક્રોધ નું છે.