નવસારીના કલેક્ટર રાતના અંધારામાં શું કામ આંટા મારે છે ગામડાની ગલીઓમાં? થયો મોટો ખુલાસો

201723Aug
નવસારીના કલેક્ટર રાતના અંધારામાં શું કામ આંટા મારે છે ગામડાની ગલીઓમાં? થયો મોટો ખુલાસો

દરેક સરકારી કર્મચારીની કામ કરવાની સ્ટાઇલ અલગઅલગ હોય છે પણ નવસારીના કલેક્ટરે તો અલગ જ ચીલો ચાતર્યો છે. હાલમાં રાજય સરકારે પારદર્શક વહીવટના અભિગમના ભાગરૂપે જિલ્લાના અધિકારીઓને રાત્રિના સમયે ગામલોકો વચ્‍ચે જઇને તેમના પ્રશ્નો સાંભળીને ઉકેલ લાવવા નવા પ્રજાલક્ષી નિર્ણયો કર્યો છે.

આને સૌથી પહેલાં અમલમાં મૂક્યો છે નવસારીના કલેક્ટર રવિ કુમાર અરોરાએ. તેઓ દિવસભર કચેરી કામગીરી આટોપીને રાત્રિના સમયે નવસારી તાલુકાના સાતેમ ગામે પ્રજા વચ્‍ચે પહોંચ્‍યા હતા અને રાત્રિ ચર્ચાઓનો પ્રારંભ કર્યો છે.

કલેકટરે રવિ કુમાર અરોરાએ પ્રાથમિક શાળા ખાતે ગામના પ્રથમ નાગરિક, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્‍થિતિમાં ગામજનોના પ્રશ્નો સાંભળ્‍યા હતા.

ગામજનોએ ખાસ કરીને ચોમાસા દરમિયાન લો-વોલ્‍ટેજ સહિતના દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લગતા પ્રશ્નો હતા. ઉપરાંત આંગણવાડી બનાવવા જગ્‍યા તેમજ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં બેડની સંખ્‍યા ઓછી હોવાનું ગામજનોએ જણાવ્‍યું હતું.

કલેકટરે પ્રજાના પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ આવે એ અમારો પ્રયત્‍ન હશે. લોકોના આરોગ્‍ય માટે પુરતી સુવિધા મળે તેને પણ પ્રાથમિકતા અપાશે.

આંગણવાડી માટે પણ જગ્‍યા મંજુર કરવામાં આવી છે. વીજળીના પ્રશ્નોનો પણ ઝડપી ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી થશે. સાતેમ ગામના સરપંચ અને આગેવાનોએ કલેકટરનો સ્‍થળ પર લોકપ્રશ્નો સાંભળવા આભાર વ્‍યકત કર્યો હતો

 

source: sandesh

નવસારી/Navsari,View : 210

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.