અક્કલ…..

  • સપનામાં એક છોકરી આવી

    પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
    પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
    પત્નીઃ એકલી આવી હશે.
    પતિઃ તને કેવી રીતે ખબર?
    પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

નવલાં નોરતામાં માં ભગવતીને પ્રસન્ન કરો આ 7 રામબાણ ઉપાયથી

201630Sep
નવલાં નોરતામાં માં ભગવતીને પ્રસન્ન કરો આ 7 રામબાણ ઉપાયથી

નવરાત્રિના દસ દિવસોમાં માતા દુર્ગા ધરતી પર વાસ કરે છે. આ દિવસોમાં કરેલી પૂજા, અનુષ્ઠાન, યજ્ઞ વિફળ નથી જતાં એટલે કે તેનુ ફળ અવશ્ય મળે છે. ત્યારે આજે જાણી લો આ નવ દિવસ દરમિયાન કરી શકાય એવા 7 ચમત્કારી ઉપાયો વિશે. આ ઉપાય ઘરે સહજ રીતે કરી શકાય છે. મહત્વપૂર્ણ છે કે નવ દિવસ સુધી ચાલતી નવ દુર્ગા માતાની ઉપાસનામાં સૂર્ય, ચંદ્ર અને નવગ્રહના પણ વિશેષ આશીર્વાદ મળે છે.

સાત રામબાણ ઉપાય

– નવરાત્રિ દરમિયાન સવારે અને સાંજે ઘરમાં તમામ સભ્યોએ સાથે બેસી અને માતા દુર્ગાની આરતી અને પૂજા કરવી.

– માતા ભગવતીના સ્વરૂપ અનુસાર તેમની પૂજા કરવી અને પ્રસાદ ચડાવવો.

– જે જાતક નવ દિવસ સુધી વ્રત ન કરી શકે તેમણે આઠમ અથવા નોમના દિવસે ઉપવાસ અવશ્ય કરવો અને કન્યાઓને જમાડવી.

– રોજ પૂજા સમયે માતાને મધ તેમજ અત્તર અવશ્ય ચડાવવું.

– આ નવ દિવસમાં હનુમાનજી અને ભૈરવની પૂજા પણ વિશેષ ફળ આપે છે.

– પૂજામાં ઘી ભરેલા કળશ પર નાળિયેર અવશ્ય રાખવું.

– અંતિમ દિવસે કળશમાં રાખેલી થોડી જવને તિજોરીમાં રાખી દેવી, તિજોરી ક્યારેય ખાલી નહીં થાય.

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 788

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith