અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

નવરાત્રી નજીક છે ત્યારે ચણીયાચોળીના ભાવમાં ૨૫ ટકાનો ધરખમ વધારો

201624Sep
નવરાત્રી નજીક છે ત્યારે ચણીયાચોળીના ભાવમાં ૨૫ ટકાનો ધરખમ વધારો

માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આણંદ, વિદ્યાનગર સહિત સમગ્ર જિલ્લામાં નવલા નવ નોરતાંના નવ દિવસ ગરબામાં પોતાનો વટ પાડવા માટે ખેલૈયાઓ છેલ્લા એક મહિનાથી ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યા છે. આણંદ-વિદ્યાનગર સહિત જિલ્લાના શહેરી વિસ્તારોમાં ગરબા ક્લાસીસો મોડી રાત સુધી ધમધમી રહ્યા છે. જ્યાં ખેલૈયાઓ પુરજોશથી ગરબાની પ્રેક્ટીસ કરી રહ્યા છે. દર વર્ષે ગરબામાં કંઈકને કંઈક નવા સ્ટેપ્સ લાવવા માટે યુવાધનમાં હોડ જામતી જોવા મળે છે. આણંદ-વિદ્યાનગર સહિત જિલ્લામાં આ વર્ષે પણ નવરાત્રીમાં જુદા-જુદા પ્રકારના સ્ટેપ્સ જોવા મળશે.

આણંદ-વિદ્યાનગરમાં શેરી અને સોસાયટીઓમાં શેરી ગરબાની સાથે સાથે કોમર્શીયલ ગરબાના ગ્રાઉન્ડોમાં પણ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. જાહેર ગરબામહોત્સવના મેદાનોમાં પણ સાફ-સફાઈ, પાણી છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગરબે ઘુમવા ખેલૈયાઓ ડ્રેસીંગથી માંડીને ઘરેણાંની ખરીદી પણ કરી રહ્યા છે.

આ વખતે ચણીયાચોળીના ભાવમાં ૨૫ ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. જો કે ચણીયાચોળીનો ભાવ વધુ હોવા છતાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. ટ્રેડીશનલ ચણીયાચોળીનું આકર્ષણ અકબંધ રહેવા પામ્યું છે. ચણીયાચોળીમાં આ વખતે કચ્છી અને આહીર વર્કનું મિશ્રણ જોવા મળશે. સામાન્યપણે ચણીયાચોળીમાં ૧૨ કળીનો ઘેર જોવા મળતો હોય છે.

જ્યારે આ વખતે કચ્છ અને આહીર પેચનું મિશ્રણ જોવા મળે છે. નવરાત્રિમાં ચણીયાચોળીની સાથે સાથે ટ્રેડીશનલ જ્વેલરી અને ટેટુની લોકપ્રિયતા પણ અકબંધ રહેવા પામી છે. ખેલૈયાઓ ડ્રેસીંગને અનુરૃપ ઘરેણાંની ખરીદીમાં પણ કરી રહ્યા છે. ડ્રેસને અનુરૃપ યુવક-યુવતીઓ હાથ અને પીઠ ઉપર ટેટુ ચિતરાવવા માટે પણ તારીખ પ્રમાણે બુકીંગ કરાવી રહ્યા છે.

નાના, મીડીયમ અને મોટા ટેટુનો રૃા.૫૦ થી રૃા.૫૦૦ સુધીનો ભાવ ટેટુ ચિતરનારા લોકો ખેલૈયાઓ પાસેથી વસુલતા હોય છે. જ્યારે ટ્રેડીશનલ ડીઝાઈન જ્વેલરી ૫૦૦ થી ૫૦૦૦ સુધીના ભાવની હોય છે. જેમાં ઓક્સોડાઈસ ચુડા, પાટલા, બ્રેસલેટ, ઈમીટેશન બલોયા, કેડ કંદોરા, બાજુબંધ, કાચ અને કોડીના જુમતા અને ટીક્કાની વધુ પસંદગી કરવામાં આવી રહી છે. આ વર્ષે ડીઝાઈનર પાસેથી સ્પેશ્યલ ડીઝાઈન કરેલા ચણીયાચોળી ખરીદવાનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

 

source: gujaratsamachar

ખેડા/Kheda,આણંદ/Anand,View : 1013

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે