નવરાત્રિ : ઘટ સ્થાપન સમયે આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો બનશો પાપના ભાગીદાર

201601Oct
નવરાત્રિ : ઘટ સ્થાપન સમયે આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો બનશો પાપના ભાગીદાર

આજથી નવરાત્રિનો પ્રારંભ થતાં ભક્તો પોતાના ઘરે ઘટ સ્થાપના કરી 9 દિવસ સુધી આદ્યશક્તિની આરાધના કરશે. જેમાં પ્રથમ દિવસે કળશ સ્થાપના અને શૈલપુત્રીની ઉપાસનાનું મહત્વ હોય છે.

નવરાત્રિમાં ઘટ સ્થાપના અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવે છે. ત્યારે જો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે તો પૂજાનું ફળ શીઘ્ર મળે છે અને માં દુર્ગા ઝડપથી પ્રસન્ન થાય છે.

1. ઈશાન ખૂણામાં ઘટ સ્થાપના કરવું. આ દિશા દેવતાઓની દિશા માનવામાં આવે છે.

2. જો મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરવાની હોય તો સ્થાપના અગ્નિ ખૂણા કરવી. પૂજા કરતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું.

3. ચંદનના લાકડામાંથી બનેલા બાજોઠ કે પાટલા પર ઘટ સ્થાપના કરવાથી પણ શુભ ફળ મળે છે.

4. મંદિરની રોજ સાફ સફાઈ કરવી અને ગંદા કપડાને રોજ સાફ કરવા.

5. નવ રાત્રિમાં મંદિરમાં બદલાવેલી ધજાને ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ.

6. પૂજા સ્થળની સામે થોડો ખુલ્લો ભાગ રાખવો જેથી ત્યાં બેસીને પૂજા કરી શકાય

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 858

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Start where you are. Use what you have. Do what you can. Arthur Ashe