નવનીત પ્રકાશનના ડાયરેક્ટર વૈષ્ણવદેવી સર્કલ પાસેથી એકાએક રહસ્યમય રીતે ગુમ થયા

201727Jul
નવનીત પ્રકાશનના ડાયરેક્ટર વૈષ્ણવદેવી સર્કલ પાસેથી એકાએક રહસ્યમય રીતે ગુમ થયા

નવનીત પ્રકાશનના ડાયરેકટર SGહાઈવે વૈષ્ણવદેવી સર્કલ પાસેથી રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયા છે. નવિનચંદ્ર શાહ ગુમ થવાની ઘટનાના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસે તમામ શકયતાઓને ધ્યાનમાં રાખીને તપાસ આરંભી દીધી છે. ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પ્રભાતભાઈ દેસાઈએ નવિનચંદ્ર શાહ ગુમ થયા હોવાની જાણવા જોગ નોંધ કરાવી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર નવિનચંદ્ર નાનજીભાઈ શાહ (ઉ.૬૯ રહે. બસંત બહાર બંગલો, જીમખાના રોડ, બોપલ) પુસ્તક પ્રકાશન સાથે સંકળાયેલા નવનીત (ગાલા) પ્રકાશનના ડાયરેકટર છે.

ગઈકાલે નવિનચંદ્ર શાહ પોતાના ઘરેથી મેમનગર રોડ પર આવેલી ઓફિસ ખાતે આવ્યા હતા અને ત્યાંથી બપોરે ર્મિસડીઝ કારમાં વૈષ્ણવદેવી સર્કલ ખાતે જવા નીકળ્યા હતા.

કાર વૈષ્ણવદેવી સર્કલ ગોરબંધ રેસ્ટોરન્ટ પાસે ઉભી રખાવી નવિનચંદ્રએ ડ્રાઈવર પ્રભાતભાઈ દેસાઈને “કાર પાર્ક કરી દે અડધો પોણો કલાકમાં મીટીંગ પતાવીને આવું છું” તેમ જણાવતા પ્રભાતભાઈ કારને પાર્ક કરવા લઈ ગયા હતા.

કલાક જેવો સમય થઈ જતા ડ્રાઈવર પ્રભાતભાઈએ નવિનચંદ્ર શાહને મોબાઈલ ફોન પર સંપર્ક કરતા તેમનો મોબાઈલ ફોન બંધ આવતો હતો. આથી પ્રભાતભાઈ દેસાઈ ગોરબંધ રેસ્ટોરન્ટમાં નવિનચંદ્રને શોધવા માટે ગયા હતા, પરંતુ નવિનચંદ્ર મળી આવ્યા ન હતા. પ્રભાતભાઈએ તુરંત નવિનચંદ્ર ગુમ થયા હોવાની જાણ પરિવારજનોને કરી હતી.

ગઈકાલે રાત સુધી પરિવારજનોએ લાપતા નવિનચંદ્રનો પત્તો મેળવવા પ્રયાસ કર્યા હતા. નવિનચંદ્રની ભાળ નહીં મળતા આખરે અડાલજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવવામાં આવી હતી.

નવિન શાહ નવનીત ગાલા પરિવારના જમાઈ છે રહસ્યમય સંજોગોમાં લાપતા થયેલા નવિનચંદ્ર શાહ ગાલા અને નવનીત પરિવારના જમાઈ છે. નવિનચંદ્ર શાહની ભાળ મેળવવા અડાલજ પોલીસે ગોરબંધ રેસ્ટોરન્ટ તેમજ આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસ કર્યા હતા.

જો કે, કોઈ ફૂટેજ નહીં મળતા અડાલજ પોલીસે રીંગ રોડ અને આસપાસના ટોલ બુથના સીસીટીવી ફૂટેજ મેળવી નવિનચંદ્ર શાહ કોઈની સાથે ગયા છે કે એકલા ગયા છે તેની વિગતો તપાસવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,ગાંધીનગર/Gandhinagar,View : 182

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.