નર્મદા મૈયાને 3,055 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ

201707Mar
નર્મદા મૈયાને 3,055 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઈ, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ

ભરૂચમાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ નર્મદા મૈયાને 3 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. પાવન સલિલા મા નર્મદા પર બનેલાં દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રીજનું આજે નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. નવા બ્રિજના લોકાર્પણ પહેલાં ગઇકાલે નર્મદા મૈયાને 3055 મીટર લાંબી ચુંદડી અર્પણ કરી વિશ્વવિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

કલેક્ટર સંદિપ સાગલેના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સુરતથી બાંધણી પ્રકારની સાડીના 100 મીટરની લંબાઇના 30 તાકા ખરીદી તેને સિલાઇ કરી ચુંદડી બનાવવામાં આવી હતી. પાવન સલિલા માતા નર્મદા પર બનેલાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ પહેલાં વહીવટીતંત્ર તરફથી વિશ્વવિક્રમ સ્થાપિત કરાયો છે.

કલેકટર સંદિપ સાગલેના માર્ગદર્શન હેઠળ સોમવારે સાંજે નર્મદા મૈયાને 3 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. 12થી વધારે કારીગરોએ 10 દિવસની જહેમત બાદ 3 કિલોમીટર લાંબી બાંધણીની ચુંદડી તૈયાર કરાઇ હતી. ગઇકાલે સાંજે 5 વાગ્યે ઝાડેશ્વર સ્થિત ગાયત્રી મંદિર ખાતેથી 100 મીટરના અંતરે 30 બોટ ગોલ્ડન બ્રિજ તરફ ઉભી રાખવામાં આવી હતી.

અગાઉ નર્મદા મૈયાને 1.2 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરવાનો વિક્રમ છે જે 3 કિલોમીટરની ચુંદડી સાથે ભરૂચમાં તુટ્યો હતો. નર્મદે હર, મા નર્મદે તુ સર્વદેના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

હાલ જામખંભાળીયા નજીક આવેલાં ઘેલડાના દગાઇ ધામ ખાતે દગાઇ માતાજીને 1.2 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરવાનો વિશ્વવિક્રમ છે. ભરૂચમાં 3 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરી આ રેકોર્ડ તોડવામાં આવ્યો છે.

ચુંદડી અર્પણ કરાયાં બાદ નદીમાં હજારો દીવડાઓ તરતાં મુકવામાં આવ્યાં હતાં. ગીનીઝબુક ઓફ વર્લ્ડના અધિકારીઓ રહ્યા હાજર ગીનીઝ બુકના અધિકારીઓ ખાસ રહ્યાં હાજર નર્મદા મૈયાને અગાઉ 1.2 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચમાં 3 કિલોમીટર લાંબી ચુંદડી અર્પણ કરી વિશ્વ વિક્રમ બનાવાયો હતો. ગીનીઝ બુકના અધિકારી પણ હાજરી આપી હતી. 10 દિવસથી ચુંદડી બનાવવાની કામગીરી ચાલી હતી. ચુંદડીમાંથી સાડી બનાવી ગરીબ મહિલાઓને અપાશે અર્પણ કરેલી ચુંદડીમાંથી 5 મીટર લંબાઇની 600 જેટલી સાડી બનાવી આ સાડીઓનું ગરીબ મહિલાઓને વિતરણ કરવામાં આવશે.

 

source: sandesh

ભરૂચ/Bharuch,નર્મદા/Narmada,View : 447

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે. મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.