નરેન્દ્ર મોદી જે ડેમના દરવાજા બનાવવા ઉપવાસ ઉપર બેઠા હતા તે આજે બંધ થશે

201717Jun
નરેન્દ્ર મોદી જે ડેમના દરવાજા બનાવવા ઉપવાસ ઉપર બેઠા હતા તે આજે બંધ થશે

નર્મદા નદી ઉપરના ડેમના દરવાજા આજે બંધ થશે. ડેમની ઉંચાઈ 2006માં 121.92 મીટરે પહોંચ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે સુપ્રીમે દરવાજા બેસાડવાની મંજૂરી આપી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના દરવાજા બંધ કરવાનો સમય આજે આવી ગયો છે.

સુપ્રીમ કોર્ટે દરવાજા બંધ કરવાની મંજૂરી આપી છે જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી તાત્કાલીક હેલીકોપ્ટર દ્વારા નર્મદા બંધની મુલાકાતે રવાના થયા છે નર્મદા જિલ્લાનું સરકારી તંત્ર પણ યુધ્ધાના ધોરમે કામે લાગી ગયુ છે.

ડેમની ઉંચાઈ 2006માં 121.92 મીટરે પહોંચ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે સુપ્રીમે દરવાજા બેસાડવાની મંજૂરી આપી હતી. મધ્યપ્રદેશમાં મોટા પાયે પુર્નવસન બાકી હોવાને કારણે દરવાજા બંધ કરવાની મંજૂરી મળવાની બાકી હતી.

જે આજે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને મંજૂરી મળશે. નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી, બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે. જે ભારતના ચાર રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે.

જળસંશાધન ક્ષેત્રે આ યોજના ભારતમાં અને સંભવતઃ દુનિયામાં સૌથી મોટી યોજનાઓમાંની એક છે. નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર ૯૭૪૧૦ ચો.કિ.મી. છે.

નર્મદા નદીના પાણીના સિંચાઇ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન ૧૯૪૬માં શરૂ થયેલ, કે જ્યારે આ યોજનાની પ્રતિતી થયેલ હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક બંધ સ્થળની પસંદગી કરવામાં આવી હતી. યોજનાનો શિલાન્યાસ સ્વ.પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે ૫ એપ્રિલ ૧૯૬૧ના રોજ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ, પાણીનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે બંધની ઊંચાઇ વધારવાની શક્યતા અંગે વિચારણા કરવામાં આવી હતી. તેમ છતાં, કોઇ સમજૂતી શક્ય ન બનતાં, ભારત સરકારે નદી જળ વિવાદ કાયદા ૧૯૫૬ હેઠળ ૧૯૬૯માં નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી.

નર્મદા ખીણની બધી યોજનાઓના આયોજનની અને પુનઃવસવાટ અને પર્યાવરણ જેવા અન્ય આનુસંગિક પાયાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ નર્મદા જળ વિવાદ પંચે ડીસેમ્બર ૧૯૭૯માં તેનો આખરી નિર્ણય આપ્યો.

જે મુજબ સમગ્ર નર્મદા ખીણ પ્રદેશના વિકાસ માટે ૩૦ મોટા, ૧૩૫ મધ્યમ અને ૩૦૦૦ નાના બંધો બાંધવાનું નિયત થયું છે. ૩૦ મોટા બંધો પૈકી ગુજરાતમાં એક માત્ર સરદાર સરોવર સમગ્ર ખીણ પ્રદેશની સૌથી છેવાડાની યોજના છે, જેનું બાંધકામ કેવડીયા કોલોની ખાતે આયોજન મુજબ ચાલી રહ્યું છે

 

source: gujaratsamachar

નર્મદા/Narmada,View : 540

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સદા પ્રસન્ન રેહવું હોય તો પ્રશંસા પામવા ની ઈચ્છા નો ત્યાગ કરી દો.