નડિયાદ નગરપાલિકા વિરૂધ્ધ ભ્રષ્ટાચારની ફરીયાદ:મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસનો આદેશ

201703Feb
નડિયાદ નગરપાલિકા વિરૂધ્ધ ભ્રષ્ટાચારની ફરીયાદ:મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસનો આદેશ

ખેડા જિલ્લામથક નડિયાદમાં નગરપાલિકા દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લેખિત રજુઆત અરજદાર દ્વારા ઉપર થી નીચે સુધીના તમામ અધિકારીઓને કરવા છતાં સ્થાનિક રાજકીય નેતાઓના પ્રભાવમાં ભ્રષ્ટાચારની તપાસ કરવાને બદલે તમામ અધિકારીઓ મામલો દબાવી દેતા હતા,

જેને કારણે અરજદારે એ.સી.બી.નડિયાદને લેખિતમાં ફરીયાદ કરીને ભ્રષ્ટાચાર આચરનારની તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી હતી,તેમછતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે મુખ્યમંત્રીને રજુઆત કરીને ન્યાય માટે માંગણી કરવામાં આવતાં મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને ભ્રષ્ટાચાર મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવતાં નગરપાલિકાના કેટલાક અધિકારીઓ,કર્મચારીઓ અને સમગ્ર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કેટલાક સ્થાનીક રાજકીય આગેવાનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

નડિયાદ નગરમાં રહેતા એમ.એચ.દેસાઈ દ્વારા માહિતી અધિકાર અન્વયે નડિયાદ નગરપાલિકા પાસે માંગેલ કોઈપણ માહિતી પુર્ણ રીતે પ્રાપ્ત ન કરાવતાં અપીલ કરવામાં આવી હતી.ભુતકાળમાં માહિતી આપવામાં ઠાગાઠૈયા કરતા ચીફ ઓફિસર પ્રશાંત પરીખને 5000/-રૂા.નો અંગત દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

તેમછતાં પાલિકા કે અન્ય અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી આપવામાં ન આવતાં અરજદારે મળેલ માહિતીના આધારે નડિયાદ લાંચ રૂસ્વત વિરોધી અધિકારીને લેખિત ફરીયાદ કરીને ભ્રષ્ટાચાર કરનાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી,તો પણ કાર્યવાહી કરવામાં ન આવતાં અરજદારે ફરીયાદ અંગે સોગંદનામુ કરીને તા. 3-12-16 ના રોજ વધુ એકવાર એ.સી.બી.કચેરીને કાર્યવાહી કરવા જણાવેલ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે અરજદાર દ્વારા તા. 2-1-2017ના રોજ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને નડીયાદ નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓએ કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

અરજદારે કરેલ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા 2011માં કરોડો રૂપીયાની ગ્રાન્ટ નડીયાદ નગરપાલિકાને ફીલ્ટર પાણીની પાઈપલાઈન પ્રોજેક્ટ માટે આપી હતી,જેમાં આજદિન સુધી નડિયાદ શહેરને એક ટીંપુ ફિલ્ટર પાણી આપવામાં આવ્યું નથી,ત્યારે કરોડો રૂપીયાની ગ્રાન્ટ ક્યા વાપરવામાં આવી તેવો સવાલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નડિયાદ શહેરમાં રહેણાંક માટે બનાવેલી સોસાયટી તેમજ બહુમાળી મકાનોમાં કોમન પ્લોટ રાખવામાં આવે છે,આ કોમન પ્લોટમાં બાંધકામ કરી દેવામાં આવ્યું હોય તો પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. આ ઉપરાંત નડિયાદ શહેરમાં ડામર,સી.સી.રસ્તા અંગેનું કોઈ રજીસ્ટાર નીભાવવામાં આવતુ નથી.

પાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલા ડામર,સી.સી.રસ્તાની મેન્ટેનન્સની અવધી પુરી થાય તે પહેલાં રસ્તા તુટી જતા હોવા છતાં નગરપાલિકા દ્વારા સંબંધિત ફર્મ કે એજન્સીને આજદિન સુધી નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી નથી,જ્યારે તુટી ગયેલા રસ્તાઓને ફરી નવી ગ્રાન્ટથી બનાવીને કરોડો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત નિવૃત થયેલા નગરપાલિકાના કર્મચારીઓને પાછા નગરપાલિકામાં લાવી દઈને ભ્રષ્ટાચારને ઉજાગર થતો અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા હોવાનું તેમજ 2012માં ઈમ્પેક્ટ ફી મામલે કેટલી ફાઈલો મંજુર કરવામાં આવી,કેટલી પેન્ડીંગ રાખવામાં આવી તેમજ કેટલી ઈમ્પેક્ટ ફી વસુલ કરવામાં આવી સહિતની અનેક જાણકારી પાલિકા પાસે નિભાવવામાં આવી ન હોવાથી અરજદારને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

ભ્રષ્ટાચારને અટકાવવા નોટ બંધી કરવામાં આવી છે,ત્યારે નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર આચરનારા કર્મચારીઓ અને અધિકારીઓની તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી,અને તેને આધારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને તા.5-1-2017ના રોજ ફેબ્રુઆરી-૧૭ના જિલ્લા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં અરજીનો સમાવેશ કરીને ન્યાયી કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.

જેને પગલે નડિયાદ નગરપાલિકામાં પ્રત્યક્ષ રીતે ભ્રષ્ટાચાર આચરનારા સત્તાધીશો,અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે,જ્યારે પરોક્ષ રીતે સમગ્ર ભ્રષ્ટાચારને પોષી રહેલા સ્થાનીક રાજકીય આગેવાનોની સંડોવણી પણ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.નડિયાદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર અંગે આર.ટી.આઈ.એક્ટીવીસ્ટ અને અરજદાર એમ.એચ.દેસાઈ દ્વારાલેખિત ફરીયાદ કરવામાં આવતાં સમગ્ર નડીયાદમાં ચકચાર મચી જવા પામી છે.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 284

  Comments

  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે