અક્કલ…..

  • અક્કલ મોટી કે ભેસ

     સોહન:સોનલ, કહે તો અક્કલ મોટી કે ભેસ ?

    સોનલ:ભાઈ , પહેલા બંને ના જ્નમદિવસ કહો ,પછી જ ખબર પડશે કે કોણ મોટું છે?

નડિયાદમાં જન્મ્યું એવુ બાળક, તબીબો પણ જોઈને ચોંકી ગયા

201627Nov
નડિયાદમાં જન્મ્યું એવુ બાળક, તબીબો પણ જોઈને ચોંકી ગયા

નડિયાદ સિવિલમાં ગતરોજ પેટની દિવાલ વગરનું બાળક જન્મતા ચકચાર મચી જવા પામી હતી. આ બાળકના તમામ કોમળ અંગો શરીરની બહાર દેખાતા હતા.

મૃત અવસ્થામાં જન્મેલ બાળક તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. જવલ્લેજ જોવા મળતી આવી ખોડને લઈને તબીબો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.  

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ગત રોજ સાંજના સમયે એક સગર્ભાને ડિલીવરી માટે પરિવારજનો લઈને આવ્યા હતા. સાંજના સમયે સગર્ભાની નોર્મલ ડિલીવરી થઈ હતી.

જોકે જન્મનાર મૃત બાળકને જોઈને તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. આ બાળકને પેટની સુરક્ષા દિવાલ જ ન હોઈ તેના તમામ અંગો ખુલ્લા અને બહાર જ હતા.

મૃત બાળકને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ મામલે તબીબોએ જણાવ્યું હતું કે, સગર્ભાવસ્થા દરમ્યાન પૂરતી સારવાર અને દેખભાળ રાખવાની સાથે સાથે સમયાંતરે ચેકઅપ કરાવવામાં આવે તો આવી ખોડખાપણનું વહેલું નિદાન શક્ય બને છે.

જોકે આ જન્મજાત ખોડ હોઈ આમાં માતાનો કોઈ દોષ હોતો નથી. ૧,૦૦,૦૦૦ બાળકોમાં એક બાળકને જોવા મળતી આ ખોડ જન્મજાત જ હોય છે.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 774

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.