અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

નડિયાદમાં એકલાં રહેતાં વૃદ્ધાની ગળે ટૂંપો દઈ હત્યા કે આત્મહત્યાથી મચ્યો ચકચાર

201611Nov
નડિયાદમાં એકલાં રહેતાં વૃદ્ધાની ગળે ટૂંપો દઈ હત્યા કે આત્મહત્યાથી મચ્યો ચકચાર

નડિયાદ શહેરમાં પીજ ભાગોળ વિસ્તારમાં એકલા રહેતા એક વૃધ્ધાની ગળે ટૂંપો દઈ કરવામાં આવેલી હત્યાને લઈને ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘરમાંથી ચોરી થયાના કોઈ સગડ મળ્યા નથી. આ મામલે વૃધ્ધાના પુત્રની ફરિયાદના આધારે શહેર પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં શ્રીજી હોલની સામેના જ મકાનમાં રહેતા શાંતાબેન ભીખાભાઈ પંડિત (ઉ.વ.૭પ) ની કાલે સવારના સમયે કોઈ અજાણ્યા ઈસમે ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી.

સવારે પાડોશીઓએ શાંતાબેનને જોયા હતા, જોકે તેમના એક સ્વજન નજીકની હોસ્પિટલમાં તપાસાર્થે આવ્યા હોઈ, તેઓ શાંતાબેનને મળવા અને બાથરૂમ જવા માટે તેમના ઘરે આવ્યા હતા. આ સમયે શાંતાબેનનો ગળેટૂંપો દઈ હત્યા કરાયેલો મૃતદેહ જોઈને તેઓ ચોંકી ઉઠયા હતા અને તેઓએ બૂમાબૂમ કરતાં આસપાસથી પણ લોકો દોડી આવ્યા હતા, અને શાંતાબેનના નડિયાદ ખાતે રહેતા તેમના પુત્ર શશિકાંતભાઈને ઘટનાની જાણ કરી હતી. માતાની હત્યા થઈ હોવાનું જાણીને શશિકાંતભાઈ પણ આવી પહોંચ્યા હતા.

સ્વજનો એકઠા થતાં જ શહેર પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેથી શહેર પી.આઈ. પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. મામલાની જાણ થતાં જ ડી.વાય.એસ.પી. પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, અને સ્વજનોની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.

ઘરમાં બળજબરીથી પ્રવેશ કરાયો હોવાનો, કોઈ સંઘર્ષ થયો હોવાનો કે પછી કોઈ વસ્તુ ચોરાઈ હોવાના કોઈજ સગડ મળ્યા ન હતા. આ ઉપરાંત શાંતાબેનને ગળે ટૂંપો દેવા માટે તેમજ તેમના હાથ બાંધવા માટે તેમની જ સાડીનો ઉપયોગ કરાયો હતો, અને એક સાડી પલંગની સામેની સેટી ઉપર પણ પડી હતી.

૩ સાડી લઈને તો કોઈ વ્યક્તિ ન બેઠું હોય, જેથી હત્યારાએ જ સાડી પણ કબાટ કે તિજોરીમાંથી કાઢી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું. શાંતાબેને પહેરેલી સાડીથી તેમને ટૂંપો આપવામાં આવ્યો હતો, જ્યારે બીજી સાડી તેમના મોઢાના ભાગે વિંટી અને એજ સાડીના છેડે તેમના બંને હાથ બેરહેમીપૂર્વક બાંધી દેવામાં આવ્યા

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 319

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • The more you lose yourself in something bigger than yourself, the more energy you will have.Norman Peale