અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

નડિયાદના બિલોદરામાં જૂથ અથડામણ : ૧ મહિલાનું મોત, ર૦થી વધુને ઈજા

201628Aug
નડિયાદના બિલોદરામાં જૂથ અથડામણ : ૧ મહિલાનું મોત, ર૦થી વધુને ઈજા

નડિયાદ નજીક આવેલા બિલોદરા ગામે રવિવારે મોડી સાંજે આરતી બાબતે ભરવાડો અને દરબારોના જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો, અને તલાવરો અને લાકડીઓ સાથે કરવામાં આવેલા હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ર૦ થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લાભરનો પોલીસ કાફલો બિલોદરા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. હજી આ લખાય છે ત્યારે પણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઈ જવાઈ રહ્યા છે.

નડિયાદ તાલુકાના બિલોદરા ગામે આજે સાંજના સમયે મંદિરમાં આરતી ઉતારવા બાબતે ભરવાડો અને દરબારોના જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. તલવાર, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે બંને જૂથો સામસામે આવી ગયા હતા. જેમાં ભરવાડો દ્વારા કરવામાં આવેલા હુમલામાં કેસરબેન વિનુભાઈ ડાભી (ઉ.વ.આશરે ૪પ) નું મોત નીપજ્યું હતું, જ્યારે ર૦ થી વધુ લોકોને ઈજાઓ થવા પામી હતી.

તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ લખાય છે ત્યારે પણ ઈજાગ્રસ્તોને સિવિલ ખસેડાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો બિલોદરામાં ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં ગામમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. અઅત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બિલોદરા ગામમાં છાશવારે ભરવાડો અને દરબારોના જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

source: sandesh

અન્ય/Other,View : 1052

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જીભ ને હાડકા હોતા નથી પણ જીભ જ હાડકા ભંગાવે છે.