ધોનીના 2019ના વર્લ્ડકપમાં રમવાને લઈને શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન

201702Sep
ધોનીના 2019ના વર્લ્ડકપમાં રમવાને લઈને શાસ્ત્રીએ આપ્યું મોટું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના 2019 વર્લ્ડકપમાં રમવાની શક્યતાઓને લઈને ટીમના હેડ કોચ રવિશાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીનું માનવું છે કે, ટીમ ઈન્ડિયાના આ સ્ટાર વિકેટકિપર બેટ્સમેને હજું “અડધું પ્રદર્શન” પણ કર્યુ નથી અને તે ઈંગ્લેન્ડમાં થનાર 2019ના વર્લ્ડકપ માટે ટીમની યોજનાઓનો ભાગ છે.

તમને જણાવી દઈએ કે, ધોની શ્રીલંકા વિરૂદ્ધ ચાલી રહેલી વનડે સીરીઝમાં શાનદાર ફોર્મમાં છે અને ખુબ જ રન બનાવી રહ્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ વનડે સીરીઝમાં ધોનીએ પાછલી ત્રણ ઈનિંગમાં 45, 67 અને 49 રનની ઈનિંગ રમી અને રસપ્રદ વાત તે છે કે, આ ત્રણેય ઈનિંગમાં ધોની નોટ આઉટ રહ્યાં છે.

શાસ્ત્રીએ કહ્યું કે, 2019 વર્લ્ડકપથી પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ એક્સપેરિમેન્ટ અને રોટેશન પોલીસીની નીતિ અપનાવી રહ્યું છે, જેમાં ધોની આ યોજનામાં ફિટ બેસે છે. શાસ્ત્રીએ કહ્યું કે, ધોનીનો ટીમ ઈન્ડિયા પર વધારે પ્રભાવ છે.

તેઓ ડ્રેસિંગ રૂમના લિવિંગ લેજેન્ડ છે અને ખેલાડી તેમનું સન્માન કરે છે. શાસ્ત્રીએ કહ્યું કે, ધોની દેશના બેસ્ટ વિકેટકિપર છે. તેમના બેટિંગના આંકડાઓને છોડી દઈએ તો પણ તેમની વિકેટકિપિંગ શાનદાર છે.

માત્ર તે માટે કે, તેઓ વર્ષો સુધી રમી ચૂક્યા છે, તમે એમની જગ્યાએ બીજા કોઈને લાવવા વિશે વિચારી શકતા નથી. શાસ્ત્રીએ કહ્યું, શું તમે સુનીલ ગાવસ્કર અને સચિન તેંડૂલકર જેવા મહાન ખેલાડીની જગ્યાએ અન્ય ખેલાડીને લાવવા માંગતા હતા જ્યારે તેઓ 36 વર્ષના હતા, પછી ધોનીની જગ્યાએ કોઈ અન્યને કેમ લાવવો જોઈએ. ધોની પોતાના રોલમાં બેસ્ટ છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 459

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.