ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂંક મામલે હડતાળ

201613Sep
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે ગેરવર્તણૂંક મામલે હડતાળ

પાટણ નજીક ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આજ બપોરે એક પોઈઝનના કેસમાં દર્દીના સગાએ ફરજ પરના મહિલા ર્ડાક્ટર સાથે ગેરવર્તણૂંક કરતા મામલો બિચક્યો હતો અને બોલાચાલી ઉગ્ર થતા ર્ડાક્ટર સાથે હાથાપાઈ થતા તેનો રોષ સમગ્ર કર્મચારીમાં પડતા એકાએક હડતાળ પડતા દર્દીઓમાં હાલાકી ઉભી થઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ધારપુર મેડિકલ કોલેજમાં આજે ઈમરજન્સી વિભાગમાં ઊંઝાથી એક યુવક ઝેરી દવા પી લેતા સારવાર માટે અહીં લવાયો ત્યારે ફરજ પરના ર્ડાક્ટર અને કર્મચારી સારવાર આપી રહેલ તે વખતે દર્દીના સગાએ ર્ડાક્ટર અને કર્મચારીઓ સાથે ગેરવર્તણૂંક કરી ગાળો બોલી હાથાપાઈ કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને દર્દીઓના સગાના ઉદ્ધત વલણ સામે ર્ડાક્ટરોએ રોષ વ્યક્ત કરી હડતાળ પાડી દીધી હતી અને તેના સમર્થનમાં મેડિકલ સ્ટુડન્ટ જોડાતા સવારની ઓપીડી અને અન્ય સેવાઓ પર અસર થઈ હતી.
 

 

પાટણ/Patan,View : 732

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.