અક્કલ…..

  • ડુપ્લીકેટ

    રામ - મારી પાસે બંગલો છે, ગાડી છે, બેંક લોકર છે, તારી પાસે શુ છે ?
    શ્યામ - મારી પાસે આ બધાની ડુપ્લીકેટ ચાવી છે.

ધાક, ધમકી અને લાલચથી કોંગ્રેસે રાજ્યસભાની બેઠક જીતી : રૂપાણી

201721Aug
ધાક, ધમકી અને લાલચથી કોંગ્રેસે રાજ્યસભાની બેઠક જીતી : રૂપાણી

જૂનાગઢ મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પત્રકાર સાથે વાતચીતમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યસભાની ચુંટણીને લઇ વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ધાક, ધમકી અને લાલચથી અહેમદ પટેલ જીત્યા છે.

રાજ્ય સભાની ચુંટણીને લઇ હાઇકોર્ટમાં રીટ કરવામાં આવી છે. ત્રણ મુદે રીટ કરી છે. જેમાં આરઓ એ નિર્ણય કર્યા બાદ કોર્ટ નિર્ણય કરે છે. પંચ નિર્ણય કરે નહીં.

કોંગ્રેસે વીપમાં ધમકી આપી હતી કે ભાજપને મત આપશો તો 6 વર્ષ માટે સસ્પેન્ડ થશો. જે ગેર બંધારણીય છે અને ત્રીજુ બેંગ્લોરમાં કેમ્પમાં થતા ખર્ચ અને પ્રલોભનનાં મુદાનો ઉલ્લેખ કર્યો છે. આ ચુંટણીથી ભાજપને નુકશાન થયુ નથી. પરંતુ કોંગ્રેસે શંકરસિંહ જેવુ નેતૃત્વ ગુમાવ્યુ છે. કોંગ્રેસની કમર ભાંગી ગઇ છે.

 

source: divyabhaskar

જુનાગઢ/Junagadh,View : 450

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બાળપણમાં ગોદ આપનારને દગો ના આપશો.