અક્કલ…..

 • સરપંચ બાપુ


  બાપુ સરપંચ બની ગયા ઘરે પાર્ટી રાખી
  ડીજે : કેવા ગીત વગાડું બાપુ,
  બાપુ : ૨ – ૪ સારા વગાડી દેને ભૈલા બાકી તો પીધેલા છે એટલે જનરેટર ના અવાજ ઉપર પણ નાચશે.

ધંધુકા પાસે જીપ-ટ્રક ટકરાતાં ૧૧ વ્યક્તિનાં મોત , જીપના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં જૈન પર

201728Aug
ધંધુકા પાસે જીપ-ટ્રક ટકરાતાં ૧૧ વ્યક્તિનાં મોત , જીપના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં જૈન પર

ધંધુકા-બરવાળા હાઈ-વે ઉપર રવિવારની વહેલી પરોઢે છ વાગ્યાના સુમારે તૂફાન જીપના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક સાથે ધડાકાભેર ટકરાતાં મુંબઈના જૈન પરિવારના દસ સભ્યો તેમજ ડ્રાઈવર સહિત ૧૧ના મોત નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. અકસ્માતમાં યુવકનો આબાદ બચાવ થયો હતો.

મુંબઈનો જૈન પરિવાર પાલિતાણા જૈનનગરી દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો. અકસ્માતના પગલે બરવાળા-ધંધુકા પંથકના જૈન સમાજમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું.

ધંધુકા પાસે મેમાન્ડ હોટેલ પાસે રવિવારે વહેલી સવારે છ વાગ્યાના સુમારે ભાવનગર તરફ જઈ રહેલી તૂફાન જીપ ( નં-જીજે-૬-એવી-૦૯૦૫)ના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બરવાળા તરફથી ગેસના સિલિન્ડર ભરીને આવતી ટ્રક (નં-જીજે-૪-એક્સ-૮૪૩૩) સાથે ટકરાતાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જતાં જીપમાં સવાર જૈન પરિવારના સભ્યોની કારમી ચીસોથી વાતાવરણ દ્રવી ઊઠયું હતું.

અકસ્માતમાં જૈન પરિવારના એક જ પરિવારના દસ સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે એક યુવકનો બચાવ થયો હતો. અકસ્માતના પગલે લોકોનાં ટોળે-ટોળાં એકઠાં થઈ ગયાં હતા.

અકસ્માતના પગલે પોલીસ અને ૧૦૮ દોડી આવી હતી અને ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જીપમાં ફસાયેલા મૃતકોને ભારે જહેમત બાદ ક્રેઈનથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ગમખ્વાર અકસ્માતમાં મુંબઈના જૈન પરિવારના પાંચ મહિલા અને છ પુરુષ સહિત ૧૧ના મોત નિપજ્યાં હતાં. મુંબઈનો જૈન પરિવાર પાલિતાણા જૈનનગરી ખાતે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે કાળનો કોળિયો બની ગયો હતો. તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ ધંધુકા રેફરલ હોસ્પિટલમાં કરાયું હતું.

અકસ્માતમાં એક યુવક ધંધુકાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે તૂફાન જીપના મૃતક ડ્રાઈવર અહેમદભાઈ રસુલભાઈ મલેક (રહે. વડોદરા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

source: sandesh

અક્સમાત/Accident,અહમદાબાદ/Ahmedabad,મુંબઈ/Mumbai,View : 495

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….