અક્કલ…..

  • રૂ ના ગોટે ગોટા

    એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.

    Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.

    પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.

    દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

દ્વારકાધીશજીને ગોંડલના ભાવિકો દ્વારા ૩૦ તોલા સુવર્ણના આભૂષણો અર્પણ

201621Aug
દ્વારકાધીશજીને ગોંડલના ભાવિકો દ્વારા ૩૦ તોલા સુવર્ણના આભૂષણો અર્પણ

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીને ગોંડલના ભક્ત દ્વારા ૩૦ તોલા સુવર્ણ આભુષણો અર્પણ કરાયા હતા જ્યારે મુંબઇના ભક્ત દ્વારા પણ ૭.૫ તોલા સોનું અર્પણ કરાયું હતું.

દ્વારકાધામમાં ભગવાન દ્વારકાધીશનું મંદિર એ કૃષ્ણની કર્મભૂમિ હોય કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આજે સવારે ગોંડલના ઉજીબેન લવજીભઇ ધડુક પરિવાર દ્વારા શ્રીજીને સોનાનો પાંચ સેરનો હાર, બાજુબંધ જોડ, કડા જોડ, કંઠી સહિત આશરે ૩૦ તોલા સોનાના આભુષણો અર્પણ કર્યા હતા.

આજે જ મુંબઇના પણ બકુલ હરીશભાઇ પંડયા પરિવાર દ્વારી શ્રીજીને ૭૭ ગ્રામ વજન ધરાવતી આશરે સાડા સાત તોલા વજનની સુવર્ણની હાંસડી પણ અર્પણ કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસમાં શ્રીજીને સુવર્ણનું દાન અર્પણ કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

source: gujaratsamachar

ભારત/India,વડોદરા/Vadodara,ગોંડલ/Gondal,View : 460

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે