દેશભરમાં ચર્ચાના વમળો સર્જનારા ટ્રિપલ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટ મંગળવારે સવારે સાડાદસ વાગે ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકના મુદ્દે ૧૧ મેથી શરૂ થયેલી સુનાવણી ૧૮ મેના રોજ પૂરી થઈ હતી અને કોર્ટે પોતાના આદેશને અનામત રાખ્યો હતો.
પાંચ ન્યાયર્મૂર્તિની બેન્ચે આ મુદ્દે સુનાવણી હાથ ધરી રહી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામં દાખલ કરતાં સ્પષ્ટતા કરી હતી કે તે ટ્રિપલ તલાકની પરંપરાને કાયદેસર નથી માનતી અને તે પ્રથા ચાલુ રાખવાના પક્ષમાં નથી.
સુનાવણી વખતે એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ટ્રિપલ તલાકને દુઃખદાયી પરંપરાના રૂપમાં વર્ણવતાં કોર્ટને આ કેસમાં મૌલિક અધિકારોની અભિભાવનાને ધ્યાને રાખીને પગલાં લેવામાં આવે.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી પક્ષ મૂકતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે ટ્રિપલ તલાકની પરંપરા ૧,૪૦૦ વર્ષથી અમલી છે. રામ અયોધ્યામાં જન્મ્યા હોવાનો મુદ્દો આસ્થાનો મુદ્દો બની શકે છે તો ટ્રિપલ તલાક આસ્થાનો મુદ્દો કેમ ના બની શકે?
source: sandesh