દેશના ઈતિહાસનું સૌથી મોટું ડ્રગ્ઝ કન્સાઈન્મેન્ટ પોરબંદરના દરિયામાંથી આ રીતે ઝડપાયું?, જાણો શું હતો ઇ

201731Jul
દેશના ઈતિહાસનું સૌથી મોટું ડ્રગ્ઝ કન્સાઈન્મેન્ટ પોરબંદરના દરિયામાંથી આ રીતે ઝડપાયું?, જાણો શું હતો ઇ

સૌરાષ્ટ્રનો દરીયાકાંઠો દાણચોરી માટે વગોવાયેલો ઈતિહાસ ધરાવે છે. જેમાં પોરબંદરનો કિનારો તો હથિયારો અને આરડીએક્સના કન્સાઇન્મેન્ટ અને છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્ઝની હેરાફેરી માટે વપરાઈ રહ્યો છે.

આ કિનારાથી ભારતનું સૌથી મોટા એટલે કે ૩૫૦૦ કરોડ રૃપિયાના ડ્રગ્ઝનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ૧૫૦૦ કિલો હેરોઈનના જથ્થાને લીધે કોસ્ટગાર્ડ અને સુરક્ષા એજન્સીઓના હોંશ ઉડી જતા તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

શનિવારની મધરાત્રીએ કોસ્ટગાર્ડ શીપ સમુદ્ર પાવક અને અંકિતે પોરબંદરના દરીયા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એમ વી હેન્રી નામની ટગ બોટને અટકાવી ચેકિંગ કરતા તેમાંથી ૩૫૦૦ કરોડ રૃપિયાની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ૧૫૦૦ કિલો જેટલું હેરોઈન મળી આવતા શીપે ટગબોટનો કબ્જો લઈ તેમા સવાર ૮ ક્રુ મેમ્બરને ઝડપી પોરબંદર લઈ ગયા હતા.

ડ્રગ્ઝના જથ્થાની વિગત શીપે મથકમાં જાણ કરતા નેવી, કસ્ટમ્સ, આઈબી, પોલીસ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓ શીપ પહોંચે તે પહેલા જ દરીયાકિનારે પહોચી ગયા હતા.

ટગ બોટ પનામામાં રજીસ્ટર્ડ થયેલી છે અને ઈરાનથી ડ્રગ્ઝનો જથ્થો લાવી હતી. ડ્રગ્ઝનો જથ્થો ઈતિહાસનો સૌથી મોટો જથ્થો છે અને આ વિશે કોસ્ટગાર્ડને પહેલેથી બાતમી મળી જતા છેલ્લા ત્રણ દિવસથી શીપ તેમજ એરક્રાફ્ટ દ્વારા દરીયાના અમુક વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી. આ વિસ્તારમાંથી નીકળતી તમામ બોટની હિલચાલ રેકોર્ડ કરવામાં આવી હતી જેને લીધે શંકાસ્પદ બોટ ઝડપી લેવામાં કોસ્ટગાર્ડને સફળતા મળી હતી.

આ બોટમાં રહેલ ડ્રગ્ઝનો જથ્થો ભારતમાં નહી બલ્કે ભારતીય જળમાર્ગે આફ્રિકા પહોંચાડી ત્યાંગી સ્મગલ કરવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. NTROના ઇનપુટથી મળી સફળતા એનટીઆરઓ નામની સુરક્ષા એજન્સીઓ ભારતીય કોસ્ટગાર્ડને ઇનપુટ આપ્યું હતું કે હેરોઇનના વિશાળ જથ્થા સાથે પ્રિન્સ-2 નામની એક વેસલ જામનગર અથવા ભાવનગરનાં બંદરે લાંગરવાની છે.

તેમજ વેસલ બીજા નામથી પણ હોઇ શકે છે. આ વિગતો પ્રાપ્ત થતાં જ ભારતીય કોસ્ટરાગાર્ડે પોરબંદર, મુંબઇ, અને ગાંધીનગર સ્થિત ઓપરેશન સેન્ટર્સને સક્રિય કર્યા હતા.

શિપ તેમજ ડોર્નિયર વિમાનોને એલર્ટ કરી દરિયામાં વોચ રાખી હતી. દ્વારકા, નાવદ્રા, પોરબંદર, માંગરોળ, દીવ, ગોપનાથ, અને હજીરા બંદરોના રડાર સ્ટેશન્સને પોતાના વિસ્તારોમાં ગતિવિધિઓ રેકોર્ડ કરવા સૂચના અપાઇ હતી.

આ દરમ્યાન ખંભાતના અખાતમાં દરિયાઇની સફાઇ કરતાં એક ડોયઝરને હેની નામની બોટ જોવા મળી. એરક્રાફ્ટ અને શિપ્સ દ્વારા ત્રણ દિવસ ચાલ્યુ ઓપરેશન ભારતીય કોસ્ટગાર્ડને ડ્રગ્ઝના કન્સાઈન્મેન્ટ માટે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.

તા.૨૭મીએ કોસ્ટગાર્ડની શિપ્સ તેમજ એરક્રાફ્ટ દ્વારા આખા દરીયા પર ચાંપતી નજર રાખીને એક ચોક્કસ વિસ્તારમાં નજર ગોઠવી હતી. આ વિસ્તારમાંથી પસાર થતી તમામ બોટની હિલચાલ રીજીયોનલ ઓપરેટીંગ સેન્ટર તેમજ ગાંધીનગરના રીમોટ ઓપરેટીંગ સેન્ટરમાં રેકોર્ડ કરવામાં આવી રહી હતી.

તમામ બોટ પૈકી હેન્રી શંકાસ્પદ લાગતા તેને લોકેટ કરવામાં આવી હતી. તા.૨૯ની રાત્રીએ સમુદ્ર પાવક તેમજ અંકિત નામની શીપે તેને અટકાવતા ડ્રગ્ઝનો જથ્થો હાથમાં આવ્યો હતો. કોસ્ટગાર્ડ દ્વારા આ માહિતી એનટીઆરઓ તેમજ અન્ય ઈન્ટેલિજન્સ એજન્સીને આપવામાં આવી હતી.

 

source: sandesh

પોરબંદર/Porbandar,View : 424

  Comments

  • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
  • વિજયભાઈ 20/06/20199033217789
  • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
  • Jayantilal Solanki 09/06/2019Super news paper
  • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
  • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
  • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
  • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
  • Amarsinh Zala29/05/2019nam kaho
  • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.