અક્કલ…..

  • નો મોર ..

    એક બસ માં કોલેજ ની બધી છોકરીઓ ચડી ગઈ અને બસ ફૂલ

    કંડકટર : નો મોર …,

    એક ગુજરાતી બાપા: કા નવરીના …! ઢેલ બધી ચડાવી દીધી અને અમે આવ્યા તો નો મોર ..

દુબઈમાં શ્રીદેવીનું પોસ્ટમાર્ટમ કરાયું, અભિનેત્રીનો નશ્વર દેહ આવતી કાલે ભારત લવાશે

201825Feb
દુબઈમાં શ્રીદેવીનું પોસ્ટમાર્ટમ કરાયું, અભિનેત્રીનો નશ્વર દેહ આવતી કાલે ભારત લવાશે

કરોડો દિલો પર રાજ કરનારી બોલિવૂડની જાજરમાન અભિનેત્રી શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું છે. શ્રીદેવીના નશ્વર દેહને દુબઈથી ભારત લાવવામાં આવશે. દુબઈ પોલીસે શ્રીદેવીના દેહને પરિવારને સોંપ્યો નથી. પોસ્ટમાર્ટમ થઈ ચુક્યું છે પણ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પુરી થવામાં સમય લાગી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈ પોલીસ શ્રીદેવીના મૃત્યુંની તપાસ કરી રહી છે અને આવતી કાલે સોમવારે તેને પરિવારના હવાલે કરવામાં આવશે. બોની કપૂરના પ્રવક્તાએ પણ આ વાતની સ્પષ્ટતા કરી છે. અગાઉ શ્રીદેવીનો નશ્વર દેહ આજે એક પ્રાઈવેટ જેટ દ્વારા 9 સાંજે વાગ્યે મુંબઈ લાવવામાં આવશે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી હતી.

શ્રીદેવીના નશ્વર દેહને આવતી કાલે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. સાંતાક્રુઝ ખાતે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બોલિવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું છે.

શ્રીદેવી 54 વર્ષની હતી. તેમણે દૂબઈમાં છેલ્લા શ્વાસ લીધા હતા. શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દૂબઈ ગઈ હતી. ત્યાં હાર્ટ એટેકથી તેમની તબિયત અચાનક બગડી હતી અને મોત થયું હતું.

શ્રીદેવીના આકસ્મિક મોતથી બોલિવુડમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. શ્રીદેવીની સાથે તેમના પતિ બોની કપૂર અને દીકરી ખુશી પણ દૂબઈમાં હાજર હતા. ચાર દશક સુધી સિલ્વર સ્ક્રીન પર ચાંદની વિખેરનારી શ્રીદેવીએ તાજેતરમાં મોમ ફિલ્મમાં અભિનય ક્રયો હતો.

આ ઉપરાંત ઈગ્લિંગશ વિંગ્લશ ફિલ્મથી તેમણે લાંબા સમય બાદ કમબેક કર્યું હતું. તેમની ખુદાગવાહ, મિસ્ટર ઈન્ડિયા, ચાંદની જેવી સુપરહિટ ફિલ્મો લોકોમાં આજે પણ એટલી જ પોપ્યુલર છે.

તેમજ તેમણે હિંમતવાલા, તોહફા, નગીના, ઔલાદ, હીર રાંઝા, રુપ કી રાની ચોરો કા રાજા, લાડલા, જુદાઈ જેવી યાદગાર ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. શ્રીદેવીના નિધન બાદ બોલિવુડમા ઘેરો શોક પ્રસરી ગયો છે.

નિધનના સમાચાર આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો તેમના અંધેરી સ્થિત ઘરની બહાર એકઠા થવા લાગ્યા છે. તેમજ તેમના ચાહકોના ટોળા પણ ધીમેધીમે વધી રહ્યા છે. 13 ઓગસ્ટ 1965ના રોજ તમિલનાડના શિવકાશીમા તેમનો જન્મ થયો હતો.

બાળપણથી જ તેમણે અભિનયની શરૂઆત કરી હતી. ચાર વર્ષની ઉંમરમાં 1967મા શ્રીદેવીએ તમિલ ફિલ્મ મુરુગામાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતુ. તેના બાદ 1975માં બોલિવુડ ફિલ્મ જુલીમાં પણ કામ કર્યું હતુ.

 

source: sandesh

બોલીવુડ/Bollywood,View : 220

    Comments

    • મહેશ21/11/2018મીન રાશી ના અક્ષર કયા અાવે.
    • Amit Kamli20/11/2018મ ટ પર થી છોકરા ના નામ
    • કનક જે જાલા18/11/2018ગ સ શ
    • Rahul panchal16/11/20187801811141
    • ખજ15/11/2018
    • Ghanshyam 14/11/2018ધન રાશિ પર થી છોકરી ના નવા નામ જણાવો
    • Sanket 14/11/2018R t upar thi nem aapo
    • Parmar rahul11/11/2018 કકૅ રાશિ મા હ ,ડ ,પર થી નામ માય બેબી નામ જણાવો
    • રેનિશ ભાઈ10/11/2018ક અક્ષર ના છોકરા નુ નામ આપો જન્મ તારીખ 30/10/18 સમય 17:05
    • nayan akabari10/11/2018અ લ ઈ પર થી નામ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મનરૂપી હાથીને વિવક વડે અંકુશમાં રાખી શકાય છે.