ફળોનો રાજા ગણાતી કેરી હવે ભારતના સીમાડા વળોટીને દેશ-વિદેશના ભ્રમણે ઉપડી ગઈ છે. કેસર કેરીનો સ્વાદ વિદેશીઓને પણ એવો દાઢે વળગ્યો છે કે તેની માંગમાં ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે.
આ વખથે કેસર કેરી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા પહોંચી છે. ઓસ્ટ્રેલિયાના લોકો પ્રથમ વખત ભારતની કેસર કેરીનો સ્વાદ ચાખશે. અંદાજે 400 બોક્સનો પ્રતમ જથ્થો સિડની પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયામાં માર્કેટિંગ કરતી કંપની પરફેક્શન ફ્રેશ ઓસ્ટ્રેલિયા (પીએફએ)ને ભારતીય કેસરનો આ પ્રથમ જથ્થો મળ્યો છે. બન્ને દેશોની વચ્ચે હાલમાં જ થયેલ નવી સમજૂતી બાદ ભારતીય કેરીની નિકાસને મંજૂરી મળી હતી. જોકે, તેમાં કેટલી શરતો રાખવામાં આવી છે.
પીએફએના મુખ્ય કાર્યકારી માઈકલ સિમોનેટ્ટાએ કહ્યું કે, પ્રથમ જથ્થો જે અમને મળ્યો છે તેનાથી મને નિરાશા થઈ છે. ફળમાં થોડાઘણાં ડાઘ છે અને તે દેખાવે એટલી ચમકદાર નથી, જેવી અમને ધારણા હતી.
માટે અમે તેને વધારે ચમકદાર બનાવવાની પ્રક્રિયામાં છીએ, ત્યાર બાદ જ તેને વેચવા માટે બજારમાં ઉતારવામાં આવશે. જોકે, તેમણે કહ્યું કે, ખાવામાં તે ઘણી સારી છે. તે ખાવી સારી લાગે છે.
તેના વિશે અહેવાલ સારા છે. એક ઉપભોક્તાની દૃષ્ટિએ મારા માટે એ સારું છે કે તેનો સ્વાદ મેક્સિકોની કેરી કરતાં સારો છે. મેક્સિકોની કેરી પણ અહીં બજારમાં છે. કેસર કેરીનો બીજો જથ્થો આવતા સપ્તાહે પર્થ મોકલવામાં આવશે.
ત્યાર બાદ આલ્ફોન્સો કેરી પણ અહીં ટૂંકમાં આવસે. સિમોનેટ્ટોએ કહ્યું કે આલ્ફોન્સો કેરીને લઈને તે ઘણાં જ ઉત્સાહિત છે. કેટલાક સપ્તાહમાં આ કેરી પણ અહીં પહોંચી જશે, જેને કેરીનો રાજા કહેવામાં આવે છે.
ભારતીય કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય ઉત્પાદ નિર્યાત વિકાસ પ્રાધિકરણ (એપીડા) અનુસાર ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ભારતીય કેરીની નિકાસ વિતેલા વર્ષથી વધારે રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે આંકડો 50 હજાર ટન સુધી પહોંચી જશે.
source: gujaratsamachar