અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

દલિત યુવતી પર દુષ્કર્મના દસ દિવસ થવા છતાં પોલીસ ફરયિાદ નોંધતી નથી

201721Jun
દલિત યુવતી પર દુષ્કર્મના દસ દિવસ થવા છતાં પોલીસ ફરયિાદ નોંધતી નથી

બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના બુરાલ ગામના યુવકે દલિત યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવને દસ દિવસ થવા છતાં પોલીસ આરોપી સામે બળાત્કારનો ગુનો નોંધતી નથી.

આ મુદ્દે દલિત સંસ્થાઓએ પોલીસના વલણ સામે વિરોધ નોધાવ્યો છે, અને એવી ચિમકી ઉચ્ચારાઇ છે કે જો આ મામલે ન્યાય નહી મળે તો આગામી તા. ૨૬નો રોજ બનાસ નદીના બ્રિજ પર ચક્કાજામ કરવામાં આવશે.

ડિસા તાલુકાના બુરાલ ગામ નજીક રહેતી એક યુવતી તા. ૧૦ના રોજ ખેતરમાં કુદરતી હાજતે ગઇ હતી. આ સમયે બુરાલ ગામમાં રહેતા દરબાર ગજુભા નામના યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

જેને લઇને પિડીતાના પરિવારજનો તુરંત ડિસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે ગયા હતા. જ્યાં હાજર જવાબદાર પીએસઓએ તેઓને બેસાડી રાખ્યા હતા અને ફરિયાદ નોધી ન હતી અને ધમકાવીને કાઢી મૂક્યા હતા.

ત્યારબાદ ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ આવી હતી અને યુવતીને ઓરડીમાં લઇ જઇને ધમકાવી હતી, એટલું જ નહી અમારા પીઆઇએ કહ્યું છે કે તુ જુઠ્ઠી ફરિયાદ કરી રહી છે. તેમ કહીને યુવતીને મારવાની બિક બતાવી હતી અને પરિવારજનોને ખોટા કેસમાં પુરી દેવાની ધમકી આપી હોવાનો પિડિતાએ આક્ષેપ કર્યો હતો.

પોલીસે આરોપી સામે એટ્રોસીટી એક્ટ મુજબની કલમનો ગુનો નોધ્યો હતો, અને યુવતીનુંં મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું નથી. આ મુદ્દે દલિત આગેવાનોએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષાદ યોજી હતી અને જવાબદાર અધિકારી સામે પગલાં નહી ભરાય તો આગામી તા. ૨૫મીના રોજ ડિસાની બનાસ નદીના બ્રિજ પર ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

source: gujaratsamachar

બનાસકાંઠા/Banaskantha,View : 421

    Comments

    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ધીરજ અને સહનશીલતા એ બે શક્તિઓ મળવાથી માણસ ડાહ્યો બને છે.