અક્કલ…..

 • સફેદ પતિ

  એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો
  તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની ખાણ માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે

દર વર્ષે ૨,૦૦૦ લોકો ઉપર મોત બનીને વીજળી ત્રાટકે છે

201629Aug
દર વર્ષે ૨,૦૦૦ લોકો ઉપર મોત બનીને વીજળી ત્રાટકે છે

 - રાજકોટ જ નહીં પૂરા દેશમાં વીજળીનો કહેર

- ભૂકંપની જેમ આગાહી થતી ન હોવાથી કુદરતી દુર્ઘટનામાં વીજળી સૌથી વધુ ઘાતક

રાજકોટ, રવિવાર
રાજકોટના ઈશ્વરીયા પાર્કમાં વીજળી પડવાથી સર્જાયેલી કરૃણાંતિકાથી તહેવારોના દિવસોમાં શોક છવાઈ ગયો છે. પૂરા દેશમાં મોટાભાગના સ્થળોએ આવી દુર્ઘટના વધી રહી છે. ભારતમાં કુદરતી આપત્તિમાં પૂર, ભૂકંપ, હિટવેવથી થતા મૃત્યુમાં સૌથી વધુ જીવલેણ હોય તો તે વીજળી છે, આસમાનમાંથી દર વર્ષે ૨૦૦૦ લોકો ઉપર વીજળી મોત બનીને ત્રાટકે છે.

વીજળી બાબતે વ્યાપક સંશોધનો થાય છે પરંતુ તેની આગાહી કરવી હજૂ મુશ્કેલ છે. ઈન્ડિયન ઈન્સ્ટીટયૂટ ઓફ ટ્રોપીકલ મીટીયોરોલોજીના વૈજ્ઞાાનિકો ઉદાહરણ આપતા કહે છે કે ક્યારેક ૨૫ કિલોમીટરનો ઘેરાવો ધરાવતા વાદળોમાંથી વીજળી પડવાની ધારણા બંધાય પરંતુ ચોક્કસપણે કહી શકાતુ નથી કે ૨૫ કિલોમીટરમાંથી આ વીજળી ક્યા વિસ્તારમાં પડશે.

ભૂકંપ જેવી જ આ ભયાવહ વિટંબણા છે જેમાં ક્યારેક ફોલ્ટ લાઈનનો અંદાજ હોય પરંતુ ચોક્કસપણે કશું યે કહી શકાતુ નથી. મહારાષ્ટ્રમાં કાર્યરત લાઈટનીંગ લોકેશન નેટવર્ક વીજળી પડવા બાબતના ક્ષેત્રો વિષેનો અભ્યાસ હવે દેશભરમાં વિસ્તારવા માગે છે પરંતુ કુદરત હજૂ વિજ્ઞાાનની પક્કડથી ખૂબ દૂર છે. આઘાતની વાત એ પણ છે કે જ્યાં સર્વાધિક સંશોધન થાય છે તે મહારાષ્ટ્ર અને આસપાસના વિદર્ભ અને મરાઠવાડામાં વીજળી પડવાથી દર વર્ષે ૩૦૦થી વધુ લોકો જાન ગુમાવે છે.

લાઈટનીંગ ડિટેકશન સેન્ટર દ્વારા ક્યારેક ચેતવણી આપવામાં આવે છે પરંતુ લોકો કહે છે કે વિશાળ વિસ્તાર માટેની આવી ચેતવણી મળ્યા પછી પણ એક મહાનગર જેટલા મોટા વિસ્તારમાં સંચારબંધી તો લગાવી શકાતી નથી? વળી, ખુલ્લામાં કામ કરનારા લોકો માટે કામ કરવું બહુ અનિવાર્ય હોય છે. ચોક્સાઈ વગરની ચેતવણીને સાંભળીને કામ બંધ કરવું તેમને પરવડતુ નથી.

વરસાદ વખતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે વીજળી પડવાના બનાવો વધી રહ્યા છે. આવું શા માટે વધે છે? તેનો કોઈ જવાબ હજૂ વિજ્ઞાાન પાસે નથી.

Source : Gujarat Samachar

અન્ય/Other,View : 1014

  Comments

  • Chavda raju24/04/2019Kark rashi na name
  • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
  • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
  • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
  • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
  • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.