અક્કલ…..

 • જાગો છોકરા જાગો …

  ગવર્મેન્ટ કહે છે એક છોકરી ને ભણાવીશું તો એ ઘર ના ચાર લોકોને શિક્ષિત કરશે ..

  પણ એ છોકરી ભણતી વખતે કોલેજના ૪૦ છોકરાને ફેલ કરાવે તેનું શું ???

   

   

   

દરિયામાં ભરતીના સમયે પ્રવાસીઓને સર્તક રહેવા રેલવેની અપીલ

201705Jun
દરિયામાં ભરતીના સમયે પ્રવાસીઓને સર્તક રહેવા રેલવેની અપીલ

ચોમાસા દરમિયાન દરિયામાં ૧૮ દિવસ મોટી ભરતી છે. આ દરમિયાન મૂશળધાર વરસાદ વરસે તો લોકલ સેવા પર માઠી અસર પડી શકે છે. તો કામધંધે જતાં પ્રવાસીઓએ સતર્કતા તરીકે અવરજવર માટે બીજા વિકલ્પ શોધી રાખવા પડશે.

અધિકારીઓનું કહેવું છે કે મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ સેવા મૂશળધાર વરસાદ અને ભરતી વેળા પડશે તો જરૃરથી સેવા ખોરવાઇ એવી સંભાવના રહે છે. આથી અવરજવરમાં તકલીફ ન થાય એ માટે માર્ગ શોધી રાખવા જરૃરી છે.

રેલવેના પાટા પર પાણી ભરાય છે. તે માટે મુંબઇના ભૂ રચનાને રેલવેના અધિકારીઓએ જવાબદાર ગણી છે. આથી ત્યાં પાણી ભરાશે. જો પાટા પર આઠ ઇંચ કરતાં પાણી વધુ ભરાશે તો લોકલ સેવા બંધ થશે. આ સમસ્યા ખાસ કુર્લા, સાયન, થાણે અનેક્લ્યાણ ખાતે છે. જ્યાં સુધી પાટા પરથી પાણીનો નિકાલ નહિ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

આના કારણે ટ્રેન આગળ જતી નથી. કલાકો સુધી લોકલ સેવા ખોરવાઇ રહે છે. આ તમામ વાર્તાને ધ્યાનમાં રાખીને ચોમાસાના ૧૮ દિવસ ભરતીના સમયમાં લોકલ સેવા ઠપ થાય તો તેના સિવાય અવરજવર માટેના વિકલ્પોની તૈયારી પ્રવાસીઓએ કરી રાખવી પડશે. એમ અધિકારીએ ઉમેર્યું હતું.

 

source: gujaratsamachar

મુંબઈ/Mumbai,View : 883

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.