અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

થયો ગાડીનો અકસ્માત! અને માલિકનાં ગુસ્સાનાં ડરથી ડ્રાઇવરે ફાંસી ખાઇ કરી લીધી આત્મહત્યા

201427Jun
થયો ગાડીનો અકસ્માત! અને માલિકનાં ગુસ્સાનાં ડરથી ડ્રાઇવરે ફાંસી ખાઇ કરી લીધી આત્મહત્યા

વલસાડ,26 જૂન

વાપી નજીક ડુંગરા ગામ પાસે એક ટવેરા ગાડીના ડ્રાઈવરથી ગાડીનો અકસ્માત થયો અને પોતાના માલિક હવે ગુસ્સો કરશે તેના ડરથી ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે ઘટના ની જાણ થતા પોલીસે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે એક રૂમ માં હુક ઉપર દોરી બાંધીને એક ડ્રાઈવરે ગળે ફાંસો ખાઈ ને પોતાનું જીવન ટુકાવ્યું હતું. આ મોતની પાછળની હકીકતમાં કઈ એવું હતું કે ડબ્બુ સાધુ ચરણ નામનો ડ્રાઇવર જયારે રાત્રીના સમયે વાપી થી સેલવાસ ટવેરા ગાડી લઈ જતો હતો ત્યારે કોઈ કારણ સર ગાડી પાંચ વાર પલટી મારી ગઈ જેમાં ગાડી ને નુકસાન થયું અને આખી ગાડીનાં કાચ અને ગાડી ને નુકસાન થયું ત્યારે યુવકની ગાડી ની હાલત જોતા બાજુ માં રહેતા સ્થાનિકે ગેરેજ માલિકને જાણ કરી ત્યારે ગેરેજની ઓફીસ ખોલી તો તેમાંથી ગાડીનો ડ્રાઈવર દોરી બાંધી ગળે ફાંસો ખાધેલ હાલ માં મળી આવી આવ્યો હતો.

વધુમાં ગળે ફાંસો ખાઇને યુવકની લાશ અને ગાડીનાં અકસ્માતની ઘટના જોવા લોકોના મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે વાપી ટાઉન પોલીસે પહોંચીને હુક્ક સાથે ગળે ફાંસો ખાધેલ યુવકની લાશ નીચે ઉતારી તપાસ કરતા પ્રાથમિક તપાસમાં ગાડીને થયેલ નુકશાનથી માલિકનાં ડરે આત્માહત્યા કરી હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.

નોંધનીય છે કે ટ્રાવેલ માલિકોનાં ડરથી ડ્રાઇવરે પોતાનું જીવન ટુકાવ્યું ત્યારે શું હકકીત માલિકના ડરથી ડ્રાઈવરે ગળે ફાંસો ખાધો કે કેમ? તે તો પોસ્મોટમ રીપોર્ટ બાદ હકીકત સામે આવશે. હાલ વાપી પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Source : Sandesh

વલસાડ/Valsad,ગુનો/Crime,View : 841

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે