ત્રણ દિવસથી ગૂમ નવનીત પ્રકાશનના માલિકની લાશ મળી, ચારની ધરપકડ

201728Jul
ત્રણ દિવસથી ગૂમ નવનીત પ્રકાશનના માલિકની લાશ મળી, ચારની ધરપકડ

અમદાવાદ રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીન શાહની હત્યા કરાયેલી લાશ માલપુર નજીકથી મળી છે.

મંગળવારે વૈશ્નોદેવી સર્કલથી ગૂમ થયેલા નવીન શાહનું અપહણ થયું હતું અને અપહરણકારોએ 5 કરોડની ખંડણી માંગી હતી. આ કેસમાં ગાંધીનગર એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી છે તો, બે આરોપી જીગ્નેશ ભાવસાર અને રમેશ પટેલની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે.

પૈસે ટકે સુ:ખી નવનીતભાઇએ ઘરે મંગળવારે જ્યારે છેલ્લી વાર ભત્રીજા સાથે વાત કરી ત્યારે તેમને ફોન કરીને કહ્યુ હતુ કે હુ આજે દોઢ કલાક મોડો આવીશ.

પરિવારજનોએ દોઢ કલાક બાદ ફોન કરતા નવીનભાઇનો ફોન રણકતો બંધ થઇ ગયો હતો અને સ્વિચ ઓફ બોલતો હતો. નવીન શાહ ગૂમ થયા બાદ ગુરુવારે તેમના પરિવારમાં કોઈ અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો, જેને અપહરણ કર્યું હોવાનું કહીનં ખંડણી માંગી હતી. આ અંગેની જાણ પરિવાર અડાજલ પોલીસ સ્ટેશનને કરતાં પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,ગુનો/Crime,View : 636

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.