તિથલ બીચ પર બેઠેલા પિતા-પુત્રીને 15 ફૂટ ઉંચુ મોજુ ઘસડી ગયું, યુવાનનું મોત

201728Apr
તિથલ બીચ પર બેઠેલા પિતા-પુત્રીને 15 ફૂટ ઉંચુ મોજુ ઘસડી ગયું, યુવાનનું મોત

વલસાડ તિથલ બીચ પર ફરવા આવેલા નાની દમણના પરિવારના ચાર સભ્યો તિથલ દરિયા કિનારે પગથિયા પર બેઠા હતા. આ દરમિયાન એક મોટું મોજું આવતા પિતા પુત્રી સહિત ચાર વ્યક્તિ દરિયામાં તણાઇ ગયા હતા, પરંતુ પિતા પુત્રી પૈકી પિતાનું મોત નિપજ્યું હતુ.

પિતા-પુત્રીને 15 ફૂટ ઉંચુ મોજુ ઘસડી લઈ ગયું નાની દમણ મદ્રેસા નજીક રહેતા શકીલ યુસુફ પટેલ (ઉ.વ.40) તેમના ફેમિલી સાથે વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા.

તિથલ પર તેઓ દરિયામાં ઉતરતા પગથિયા પર પોતાની 8 વર્ષિય પુત્રી ઝરા સાથે બેઠા હતા. એ દરમિયાન એક મોટું મોજું આવ્યું અને બંનેને ખેંચી લઇ ગયું હતુ.

જેમાં પુત્રીને બચાવવામાં શકીલભાઇ અંદરને અંદર જતા ગયા અને ડૂબતા ગયા હતા. આ જોઇ સ્થાનિકો તુરંત દોડ્યા હતા અને બંનેને બહાર કાઢી લાવ્યા હતા, પરંતુ આ દરમિયાન શકિલભાઇનું મોત નિપજ્યું હતુ. જ્યારે ઝરાનો જીવ બચી જતાં અમિત હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

જ્યાં ઝરા હાલ સારવાર હેઠળ છે. ઘટના પહેલાનો ફોટો થયો ક્લિક તિથલમાં પિતા અને પુત્રી મોટા મોજામાં તણાયા એ પહેલા એક સ્થાનિકે દરિયાનો ફોટો ખેંચ્યો હતો. જેમાં પિતા પુત્રીનો ફોટો આવી ગયો હતો.

આ ફોટો શકીલભાઇના મોતના 5 મિનિટ પહેલાં જ પાડ્યો હોવાનું તેણે જણાવ્યું હતુ. જીવના જોખમે પાર્થે બાળકીને બચાવી લીધી તિથલમાં રહેતો પાર્થ પટેલ આ ઘટના સમયે ઘટના સ્થળે જ હતો.

આ પરિવારને ડુબતા જોઇ પાર્થને તરતા આવડતું ન હોવા છતાં વિના વિચાર્યે લાઇફ જેકેટ લઇ ે બચાવવા કુદી પડ્યો હતો અને ઝરાને કિનારે ખેચી લાવ્યો હતો.

 

source: divyabhaskar

વલસાડ/Valsad,View : 689

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….