અક્કલ…..

 • દીકરાની ચાલાકી…

  પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

  રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

  પપ્પા: કોડા મઝાક કરમાં

  રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

તાલાલા રેન્જનાં RFO તથા ફોરેસ્ટર સસ્પેન્ડ : કુલ ૭ સામે નોંધાતો ગૂનો

201715Jun
તાલાલા રેન્જનાં RFO તથા ફોરેસ્ટર સસ્પેન્ડ : કુલ ૭ સામે નોંધાતો ગૂનો

તાલાલા તાલુકાનાં હડમતિયા ગીર ગામનાં ખેડૂત યુવાન ઉપર ત્રાસ ગુજારી તેને ઝેરી દવા પીવા મજબૂર કર્યાનાં બનાવમાં તાલાલા રેન્જનાં આર.એફ.ઓ. તથા ફોરેસ્ટરને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દઈ બદલી કરવામાં આવી છે. આ પ્રકરણમાં વન ખાતાનાં ચાર કર્મી સહિત કુલ ૭ સામે ગૂનો નોંધાતા પોલીસે તપાસ શરૃ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામના પટેલ ખેડુત ભરતભાઈ કાનજીભાઈ કાલસરીયા (ઉ.વ.૩૬)ને તુ સિંહ દર્શન કેમ કરાવે છે તેમ કહી સોમવારે સાંજે કોઈને જાણ કર્યા વગર હડમતીયા ગીર ગામની બજારમાંથી તાલાલા રેન્જના જંગલખાતાનો સ્ટાફ ઉપાડી જંગલમાં લઈ જઈ ધાકધમકી આપી કોરા કાગળમાં સહીઓ કરાવી રોકડ રકમ તથા સોનાના ચેનની લુંટ કરવા સહિતનો ત્રાસ ગુજાર્યો હતો.

જેથી આ ખેડુત યુવાનને લાગી આવતા સ્યુસાઈડ નોટ લખી બીજા દિવસે ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા જંગલખાતા સામે તાલાલા પંથકમાં ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

ખેેડુત યુવાન ઉપર ત્રાસ ગુજારનાર જંગલખાતાના અધિકારીઓ સામે ગુનો દાખલ કરવાની માંગણી સાથે તાલાલા પંથકના તમામ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડુતોએ તાલાલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જેથી વેરાવળના ડીવાય.એસ.પી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનમાં તાલાલા રેન્જના આર.એફ.ઓ. સહિત ચાર વનકર્મી સહિત કુલ સાત સામે ગુનો દાખલ થયો હતો.

આ બનાવની રાજય સરકારે ગંભીર નોંધ લેતા તાલાલાના આર.એફ.ઓ. પી.ટી. કનેરીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી બૃહદગીર ટાસ્કફોર્સ વન્યપ્રાણી વર્તુળ જુનાગઢ ખાતે બદલી કરી નાખી છે.

આ ઉપરાંત ફોરેસ્ટર મનુ ભરવાડને પણ સસ્પેન્ડનો હુકમ કરી બોટાદ ખાતે બદલી કરી છે. તાલાલા પંથકમાં જંગલખાતાનો ત્રાસ સામે ગ્રામ્ય પ્રજા અને ખેડૂતો વચ્ચે ઘણા સમયથી વિવાદો થાય છે.

જંગલખાતા દ્વારા ગ્રામ્ય પ્રજા તથા ખેડુતો સામે ફોરેસ્ટર એકટ તથા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ કરી અન્યાય કરવામાં આવે છે. પરંતુ ખેડૂતોને સાંભળવામાં આવતા નથી. પ્રથમ વખત તાલાલા પંથકના ખેડુતોનો અવાજ સાંભળી પોલીસે જંગલખાતાની જંગલીયત સામે ગુનો દાખલ કર્યો છે.

 

source: gujaratsamachar

ગીર સોમનાથ/Gir Somnath,ગુનો/Crime,View : 786

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???