અક્કલ…..

 • બાપુ ગયા બેંક

  મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
  બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

તળાજા પંથકના દેવળિયા ગામે પાણી ભરેલ ખાડામાં ત્રણ માસુમ બાળકો ડૂબ્યા

201726Mar
તળાજા પંથકના દેવળિયા ગામે પાણી ભરેલ ખાડામાં ત્રણ માસુમ બાળકો ડૂબ્યા

તળાજા પંથકના દેવળિયા ગામે પાણી ભરેલ ખાડામાં નહાવા માટે ગયેલ ત્રણ માસુમ બાળકો ડૂબી જતા સમગ્ર પંથક ભારે અરેરાટી સાથે આઘાતથી સ્તબ્ધ બની ગયેલ છે.

આ બનાવમાં એક બાળક હેમખેમ બહાર નિકળ્યો હતો જ્યારે એક બાળક હજુ લાપત્તા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની પ્રાપ્ય વિગત અનુસાર તળાજાથી આઠેક કિલોમીટર દૂર આવેલ દેવળિયા ગામે આવેલ પાણી ભરેલ ખાડામાં દેવળિયા ગામના બાળકો આજે બપોરે નહાવા માટે ગયા હતા.

દરમિયાનમાં, બપોરે ૩.૩૦ વાગ્યાના અરસામાં બાળકો ડૂબ્યાની જાણ દેવળિયા ગામના લાલાભાઈ ઘોહાભાઈ બાબરિયાને થતા તેઓ તુરત દોડી ગયા હતા અને ત્રણ બાળકોને બહાર લાવ્યા હતા. તેમણે તુરત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

આ બનાવમાં કાનો રાજુભાઈ મહેતા નામનો બાળક ખાડામાંથી સદનસીબે હેમખેમ બહાર નિકળી શક્યો હતો. જ્યારે દેવળિયા ગામે રહેતા શિવાભાઈ જેરામભાઈ સુતરિયાનો પુત્ર નિર્મળ તથા ઘનશ્યામભાઈ ડાયાભાઈ મકવાણાનો પુત્ર અક્ષય અને મનજીભાઈ બાલાભાઈ સુતરિયાનો પુત્ર અજય બચી શક્યા નહોતા.

અક્ષય મકવાણા ધોરણ-૫માં અભ્યાસ કરતો હતો જ્યારે નિર્મળ સુતરિયા ટીમાણા ગામે ધોરણ-૮માં અભ્યાસ કરતો હતો અને અજય સુતરિયા બેલા ગામે ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો.

આ ત્રણેય બાળકના મૃતદેહને પી.એમ. માટે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. બનાવથી સમગ્ર પંથક ભારે અરેરાટી સાથે આઘાતથી સ્તબ્ધ બની ગયો છે. આ બનાવમાં વધુ એક બાળક લાપત્તા હોવાનું બહાર આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું.

 

source: gujaratsamachar

ભાવનગર/Bhavnagar,View : 227

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith