અક્કલ…..

 • તને કોઇ ભુલી શકે ?

  એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

  આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

  ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

  પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

  પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

  પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

  પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

  પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

  પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

  ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

  પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

  પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

તલાલા તાલુકાના ગામમાં ભરદિવસે દીપડો ઘુસ્યો, 3 લોકોને કર્યા ઘાયલ

201620Aug
તલાલા તાલુકાના ગામમાં ભરદિવસે દીપડો ઘુસ્યો, 3 લોકોને કર્યા ઘાયલ

તાલાલા તાલુકાનાં જશાધારગીર ગામમાં આજે ઢળતી સાંજના સમયે જ ખૂંખાર દીપડો ધસી આવ્યો હતો અને હુમલો કરીને ત્રણ ગ્રામજનોને ઘાયલ કરી દીધા હતાં. ત્યારબાદમાં એક બંધ મકાનમાં પુરાઈ જતાં વનતંત્રની ટીમે દોડી આવીને પાંજરે પુરવા રેસ્ક્યુ હાથ ધરીને મોડી સાંજે બેભાન કરી પાંજરે પુરવામાં આવ્યો હતો.

તાલાલા તાલુકાનાં જસાધારગીર ગામે સાંજે સાંજે ૬ વાગ્યાની આસપાસ એક હિંસક દિપડો ઘુસી આવી ઘરપાસે ઓટલા ઉપર બેઠેલા વૃધ્ધ મહીલા ઉપર હુમલો કર્યો હતો. આ વૃધ્ધ મહીલાને બચાવવા જતાં દિપડો એક મહીલા તથા એક યુવાનની સામે આવી ગયો હતો ત્રણેયને સારવાર માટે તાલાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જેથી ઘવાયેલા તાલાલા હોસ્પિટલમાં સારવાર માટે હિરૂબેન લાખાભાઈ પરમાર (ઉ.વ.૬૫), રસીલાબેન ભીખુભાઈ (ઉ.વ.૨૮) અને કેયુરભાઈ ઉમરભાઈ શેખ (ઉ.વ.૩૫) ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યાં હતાં.

 

દિપડાને ભગાડવા લોકોએ પથ્થર મારો કરતા દિપડો બંધ પડેલા મકાન ઉપર ચડી ભાગવા જતાં અંદર ખાબકીને પુરાઈ ગયો હતો. આ બનાવ અંગે ગામલોકોએ તાલાલા ખાતેની વનવિભાગની કચેરીને જાણ કરતા આર.એફ.ઓ. કનેરીયા અને ફોરેસ્ટર પરમાર સહીત વનવિભાગની બે ટીમોએ જસાધાર ગિર ગામે દોડી જઈ પાંજર ગોઠવી જશાધારગીર ગામને બાનમાં લેનાર હિંસક દિપડાને પકડવા કાર્યવાહી શરૃ કરી હતી. અંતે મોડી સાંજે દિપડાને પાંજરે પુરી દેવાયો હતો.

source: sandesh

ગીર સોમનાથ/Gir Somnath,View : 612

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.