અક્કલ…..

  • બબિતાનો ભાયડો !

    બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

    એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

    ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

    ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

    ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

    બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

    અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

    આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

    ''ઐયર આ શું થયુ ??''

    ઐયરે કહ્યુ,

    ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

તમે ગવર્નર બનશો? શંકરસિંહ વાઘેલા: હું જાતે જ ગવર્નર છું

201717Aug
તમે ગવર્નર બનશો? શંકરસિંહ વાઘેલા: હું જાતે જ ગવર્નર છું

ગાંધીનગર ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી મુક્ત થયા પછી શંકરસિંહ વાઘેલાએ બુધવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ ગવર્નર તરીકે રહેવાનું પસંદ કરશે કે કેમ તેવા પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં વાઘેલાએ સ્પષ્ટ કહ્યું હતું કે હું મારી જાતનો ગવર્નર છું, મારું ઘર જ ગવર્નર હાઉસ જેવું છે, આઇ એમ એન્જોઇંગ માય ગવર્નર લાઇફ.

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ખાસ હાજર આ તબક્કે તેમની હવે પછીની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે હું સક્રિય પોલિટિક્સમાં રહીશ. અને વિધાનસભાની ચૂંટણીમાં મારી સક્રિય ભૂમિકા રહેશે.

તેમના રાજીનામાં સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલા સાંજે પાંચ કલાકે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-બેમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાની કાર્યાલયમાં પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની હાજરીમાં શંકરસિંહે અધ્યક્ષ રમણલાલ વોરાને રાજીનામું આપ્યું હતું.

 

source: divyabhaskar

ગાંધીનગર/Gandhinagar,View : 572

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સ્વાર્થ ભરેલા માનસ નો કદી ભરોસો ના કરવો …….