ડુપ્લીકેટ મતદાર – આધારકાર્ડનું મસમોટું કૌભાંડ, મોરબી તાલુકાની મહિલાના નામે છ રેશનકાર્ડ

201702Mar
ડુપ્લીકેટ મતદાર – આધારકાર્ડનું મસમોટું કૌભાંડ, મોરબી તાલુકાની મહિલાના નામે છ રેશનકાર્ડ

રેશનકાર્ડ કઢાવવા માટે શહેર અને જિલ્લામાં બોગસ મતદારકાર્ડ અને આધારકાર્ડ નિકળી રહ્યાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. એક મહિલાના નામ એક બે નહિ છ- છ રેશનકાર્ડમાં બોલી રહ્યા છે અને તેણીએ અલગ અલગ મતદાર અને આધારકાર્ડ પણ રજૂ કર્યા છે.

જિલ્લાના આધારભૂત સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે લોકો સામાન્ય દાખલો કઢાવવા જેટલી સરળતાથી આધારકાર્ડ કે ચૂંટણીકાર્ડ મેળવી પોતાના નામે નવા નવા રેશનકાર્ડ કઢાવી કેરોસિન, અનાજ અને અન્ય જણસીની સહાય ગપચાવતા રહે છે.

રાજકોટ અને રાજકોટમાંથી છુટા પડેલા જિલ્લા મોરબીના તાલુકામાં પણ આવા ચૂંટણી અને આધાર કાર્ડની ભરમાર હોવાનું જાણવા મળે છે. પુરવઠા વિભાગે હાથ ધરેલી કવાયતમાં માત્ર ચારેક તાલુકામાંથી જ ૬૦થી વધારે આવા બોગસ આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડના આધારે નિકળેલા રેશનકાર્ડની વિગતો મળી આવી હોવાની વિગતો સાંપડે છે.

તાજેતરમાં ગેરકાયદે ચૂંટણી ઓળખકાર્ડ કઢાવવાનું કૌભાંડ ઝડપી લેવાયું હતું પણ તે પહેલા સેંકડો આવા કાર્ડ નિકળી ચૂક્યા છે અને તેવી જ રીતે આધારકાર્ડ પણ બની ચૂક્યા છે.

પડધરી તાલુકાના હડમતીયા ગામની સાનીયા કંકુબેન મસાભાઈ નામની મહિલાના નામે છ છ રેશનકાર્ડ, ત્રણ આધારકાર્ડ અને ત્રણ ચૂંટણીકાર્ડ નિકળ્યાં હોવાનો રહસ્યસ્ફોટ થયો છે.

નવાઈની વાત એ છે કે, આ મહિલાના ત્રણે ત્રણ આધાર કે મતદાર કાર્ડ એક જ સરનામે નીકળ્યાં છે અને તેના આધારે રેશનકાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે. સાનીયા કંકુબેન મસાભાઈના નામે સરપદડ અને હડમતિયામાં કાર્ડ નિકળ્યા છે.

બાદમાં સાનિયા મસાભાઈ મેરાભાઈના નામે પણ ફરી એજ જગ્યાએ કાર્ડ નિકળ્યા છે. આ પણ ઓછુ હોય તેમ ફરી સાનિયા કરશનભાઈ મસાભાઈના નામે બબ્બે કાર્ડ નિકળ્યાં છે.

સરપદડના અગ્રાવત નવલરામ હેમતરામના નામે પણ ત્રણ ત્રણ કાર્ડ બોલી રહ્યા છે જેમાં એકમાં રાજકોટ-૩૦નું સરનામું છે. એકમાં રાજકોટ-૨૪નું સરનામું અને નામ અગ્રાવત નરેન્દ્ર હિમતરાય છે જ્યારે સરપદડ-૪માં અગ્રાવત નવલરામ હેમંતરામનું પણ કાર્ડ છે. એક જ આધાર અને ચૂંટણીકાર્ડથી આ ત્રણ કાર્ડ નિકળ્યાં છે.

ડુપ્લીકેટ કાર્ડ શોધવા ચાલી રહી છે ઝૂંબેશ ડુપ્લીકેટ અને બોગસ રેશનકાર્ડને શોધીને રદ્દ કરવા ચાલી રહેલી હાઈટેક ઝૂંબેશમાં બોગસ ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડની વિગતો મળી આવ્યાનું અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

એક જ નામના એક કરતા વધારે ચૂંટણી અને આધારકાર્ડ નિકળ્યા છે અને તેના આધારે રેશનકાર્ડ પણ અલગ અલગ સરનામે બનાવી લેવાયા છે. ડુપ્લીકેટ રેશનકાર્ડ શોધવા માટે ડેટા રિપોર્ટનું વિશ્લેષણ થઈ રહ્યું છે અને શંકાસ્પદ જણાતા કાર્ડ રદ્દ કરવામાં આવી રહ્યાં છે ત્યારે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ માટે પણ આવી કોઈ પ્રક્રિયા શરૃ થાય તે જરૃરી છે.

કૌભાંડના મૂળીયા સરપદડ તરફ રાજકોટ બોગસ ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડના નામે બબ્બે કે તેનાથી વધારે રેશનકાર્ડ કઢાવાની ચાલી રહેલી કુપ્રવૃતિ પડધરી તાલુકાના સરપદડ તરફનો ઈશારો કરી રહી રહી છે.

દરેક વધારાના કાર્ડ ધરાવનાર યા તો સરપદડનો છે યા તો તેની નજીક આવેલા હડમતીયા ગામનો છે. નેકનામ અને મોરબીના કેટલાક ગામડામાં પણ આવા કાર્ડ બન્યા છે. એક કાર્ડ ગામડાનું છે તો બીજુ કાર્ડ રાજકોટ શહેરનું હોવાની વિગતો સાંપડે છે.

 

source: sandesh

મોરબી/Morbi,રાજકોટ/Rajkot,View : 560

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે.