અક્કલ…..

  • વિકાસ

    એક નેતા એક ગામમાં ગયા તેઓ એક સ્ત્રી પાસે ગયા.
    નેતા - હવે હું આવી ગયો છુ, ચિંતા ન કરશો આ વખતે વિકાસ થશે
    સ્ત્રી - 5 વર્ષ પહેલા પણ આવ્યા ત્યારે તમે આવું જ કહ્યુ હતુ.. પણ વિકાસ નહી વિમલા થઈ હતી.

ડીસા : ચૂંટણીની અદાવતે 20 પરિવારો પર હુમલો, ઝૂંપડા તોડ્યા, સામાન બાળ્યો

201723Jan
ડીસા : ચૂંટણીની અદાવતે 20 પરિવારો પર હુમલો, ઝૂંપડા તોડ્યા, સામાન બાળ્યો

ગુજરાતમાં અનેક જગ્યાએ સરપંચની ચૂંટણી લોહિયાળ બની હતી. પરંતુ સરપંચની ચૂંટણીને અનેક દિવસો વિત્યાં પછી પણ ડીસા તાલુકાનું વાતાવરણ શાંત થયું નથી.

ડીસા તાલુકાના ઢૂવા ગામમાં ચૂંટણીના પરિણામોને લઈને 20 જેટલા પટણી પરિવારો પર રવિવારે રાત્રે જીવલેણ હુમલો થયો હતો. 20 જેટલા શખ્સોએ પટણી પરિવારો પર હુમલો કરીને તેમના ઝૂંપડા તોડ્યા હતા અને ઘરનો સામાન સળગાવી નાખ્યો હતો. 1 of 5 પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલા જ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં યોજાયેલી સરપંચોની ચૂંટણી લોહિયાળ બની હતી. શમશેરપુરા, જાબડીયા સહિતના ગામોમાં જીતેલા ઉમેદવારો અને હારેલા ઉમેદવારો વચ્ચે ધીંગાણું થતા અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે આ પરિણામોને અનેક દિવસો વિત્યા બાદ પણ આ સિલસિલો ચાલુ જ છે.

સોમવારે ડીસા તાલુકાના ઢૂવા ગામમાં ચૂંટણીની અદાવત રાખી રવિવારે મોડી રાત્રે પટણી પરિવારો પર 20 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. હારેલા ઉમેદવાર ભેમજી બાબુજી ઠાકોર સહિત 20 જેટલા શખ્સોએ ચૂંટણીમાં જીતેલા મંજુલાબેન પટણી સહિત તેમના સંબંધીઓના 20 જેટલા પરિવાર પર હુમલો કર્યો હતો.

ઝૂંપડા તોડ્યા, સામાન સળગાવ્યો માથાભારે હુમલાખોરોના ડરના કારણે પટણી વાસમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 10 જેટલા શખ્સોને ગંભીર ઈજાઓ પહોચી હતી.

જ્યારે હુમલાખોરોએ પટણી પરિવારોના ઝુંપડા અને ઘરવખરીનો સમાન સળગાવી દઈ આતંક મચાવ્યો હતો. તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા ટોળાને જોઈ તમામ પટણી પરિવારો ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવ્યા હતા.

 

source: sandesh

બનાસકાંઠા/Banaskantha,View : 486

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.