અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

ડિવાઇડરમાં અથડાઇ લકઝરી ખાડી પર લટકી ગઇ:૨ના મોત

201717Jun
ડિવાઇડરમાં અથડાઇ લકઝરી ખાડી પર લટકી ગઇ:૨ના મોત

બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાં ને.હા.નં.૫૩ પર લકઝરી બસ ખાડીનાં પુલના ડિવાઇડર સાથે અથડાતા બે મુસાફરના મોત નીપજ્યા હતા. જ્યારે બંને ડ્રાઇવર કલીનર સહિત ૧૮ મુસાફરોને ઇજા થઇ હતી. લકઝરી બસ મહારાષ્ટ્રના બીડથી અમદાવાદ જતી હતી.

સાગર ટ્રાવેલ્સની લકઝરી બસ (નં. જીજે.૧૯.એક્સ.૫૩૦૦) ના ચાલક રવિન્દ્ર નામદેવ નાગ અને જાવેદ ઉસ્માનભાઇ પઠાણ ગતરોજ મહારાષ્ટ્રના બીડથી મુસાફરો બેસાડી અમદાવાદ જવા નીકળ્યા હતા.

બસમાં કલીનર તરીકે ગોસ્ટ ઉસ્માન તાંબોલી હતા. રાત્રે ૧૨ વાગે ધુલીયા ખાતેથી.૩૩ મુસાફરો બેસાડીને લકઝરી બસ ડ્રાઇવર રવિન્દ્ર નામદેવભાઇ હંકારવા બેઠા હતા અને ને. હા.નં.૫૩ પર બારડોલી તરફ આવતા હતા.

દરમિયાન રાત્રેે ત્રણેક વાગે બાજીપુરાથી બારડોલી તરફ આવતા કીકવાડ ગામની સીમમાં ખાડીના પુલ પર લકઝરી બસના ચાલક રવિન્દ્રએ રોડની વચ્ચેના ભાગે આવેલા ડિવાઇડર સાથે અથડાવી દેતા લકઝરી બસ પુલ ઉપર લટકતી થઇ ગઇ હતી.

બસનો આગળનો કાચ ફુટી જતા ડ્રાઇવરની સાથે બેઠેલા કલીનર ગોસ્ટ અને બીજા ચાલક જાવેદ પઠાણ અને બે મુસાફર નીચે ખાડીમાં પડયા હતા. જ્યારે ૧૮ મુસાફરોને ઇજા થઇ હતી.

અકસ્માતની જાણ થતા રાત્રે સ્થળપર પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેેમાં રાજુ લીમ્બાજી બાગુલ (ઉ.વ.૪૫.રહે.સંધ્યાનગર,માંજલપુર,વડોદરા) નું સ્થળ પર મોત નીપજ્યુ હતુ.

સરદાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલા ૧૯ મુસાફરોમાંથી યોગેશ ગુલાબભાઇ ભાલેરાવ(ઉ.વ.૩૬.રહે.ભીમનગર, સાંકરી, જિ.ધુલીયા, મહારાષ્ટ્ર)નું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. પોલીસે ઇજાગ્રસ્ત ચાલક જાવેદ પઢાણની ફરિયાદ લઇ લકઝરી બસના ચાલક રવિન્દ્ર નામદેવ નાગની (રહે. બીડ.મહારાષ્ટ્ર) વિરૃધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

source: gujaratsamachar

અક્સમાત/Accident,સુરત/Surat,View : 442

    Comments

    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે