અક્કલ…..

 • બાપુ ગયા બેંક

  મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
  બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

ડાકોરના ઠાકોરને 3 ભોગ ભેગા ધરાવવા મુદ્દે થયો વિરોધ

201725Jan
ડાકોરના ઠાકોરને 3 ભોગ ભેગા ધરાવવા મુદ્દે થયો વિરોધ

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયને એકસાથે ત્રણ ભોગ ધરાવવા મામલે કાયમી દર્શન કરવા આવતાં ભક્તોમાં વિવાદ ઉઠતાં ભારે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે.

મંદિર દ્વારા વૈષ્ણવોને દર્શનનો લાભ મળી રહે તેવા કારણો આગળ ધરીને ત્રણ ભોગ ભેગા ધરાવવાની વાત કાયમી દર્શને આવતા ભક્તજનો માનવા તૈયાર નથી, અને મંદિર સત્તાવાળાઓ દ્વારા સ્કીમ મુજબ વહીવટ કરવાને બદલે મનમાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભગવાનને એકસાથે ત્રણ ભોગ ભેગા ધરાવવાના નિર્ણયને પાછો લેવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચિમકી સાથે ભક્તોએ ટેમ્પલ કમિટિને લેખિત રજુઆત કરી હતી. સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના મંદિરમાં ભગવાનને સામાન્ય દિવસોમાં ત્રણ ભોગ ભેગા ધરાવવાનું સેવક આગેવાન ભાઈઓની વધુ મતની સંમતિથી મેનેજર સાથે નક્કી કરવામાં આવ્યું હતું.

જેનો અમલ તા.ર૩-૧-૧૭ના રોજથી અમલ શરૃ કરવામાં આવ્યો હતો, અને મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો હતો. જોકે આ મામલે કાયમી દર્શને આવતા વૈષ્ણવ ભક્તો દ્વારા ભગવાનને ત્રણ ભોગ ભેગા ધરાવવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે ડાકોર રણછોડરાય મંદિર નોંધાયેલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ છે, જેમાં પ્રિવીકાઉન્સીલ કોર્ટની માન્યતાથી સ્કીમ મુજબ વહીવટ કરવામાં આવે છે.

સ્કીમના નિયમ-૩૪ મુજબ પુનમ, ધનુર્માસ, તહેવાર, સમૈયા મનોરથ અને ઉત્સવના દિવસોએ ચાલુ રિવાજ અને પ્રણાલિકાને અનુસરીને મંદિર ખુલ્લું અને બંધ રાખવામાં આવશે તેની નોંધ કરેલ છે અને આ નિયમમાં કોર્ટ દ્વારા પણ રિવાજ અને પ્રણાલિકાને મહત્વ આપેલ છે.

મંદિરમાં ધરાવવામાં આવતા ભોગ માટે પણ સમય નક્કી કરેલા છે. નિયમ-૪૧ મુજબ ઉત્થાપન દર્શનનો સમય ૪ થી પ વચમાં ખોલવામાં આવશે,તેમ જણાવેલ છે.

બંધ બારણે ભોગ ધરાવવા દેવામાં આવે છે તે કમિટિની મનસુફી ઉપર આધાર રાખશે. જોકે ગઈકાલે તા.ર૩ના રોજ જાણવા મળ્યું હતું કે, મંદિર કમિટિ દ્વારા નક્કી કરવામાં આવેલ કે વૈષ્ણવોના દર્શનની સુવિધા માટે શ્રીજી મહારાજને ત્રણ ભોગ ભેગા ધરાવવામાં આવશે. જો કે આ નિર્ણયનો કાયમી દર્શન કરવા આવતા વૈષ્ણવો દ્વારા વિરોધ કરીને લેખિતમાં જણાવવામાં આવ્યું કે, વૈષ્ણવોના દર્શનની સુવિધા માટે ૧૦.૩૦ થી ૧ર રાજભોગ ધરાવીને બપોરના ૧.૩૦ સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવે તો કર્મચારીઓને ઓવરટાઈમ આપવો પડતો નથી.

મંદિર કમિટિ દ્વારા ત્રણ ભોગ ભેગા ધરાવવાનો નિર્ણય સ્કીમ વિરૃધ્ધનો છે અને આ નિર્ણય વૈષ્ણવોની સુવિધાને બહાને સેવકભાઈઓની લાગણીને ધ્યાને લઈને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

તેઓના તર્ક મુજબ કોઈપણ વ્યક્તિને સવારથી બપોર સુધીના ત્રણ ભોગો ભેગા જમાડવામાં આવે તો તે વ્યક્તિ બિમાર પડી જઈ શકે છે, ત્યારે ભગવાનને એકસાથે ત્રણ ભોગ ધરાવવાનો તેઓએ વિરોધ કર્યો હતો.

ત્રણ ભોગ એકસાથે માત્ર તહેવારના દિવસે ધરાવવામાં આવે છે,તે સિવાય નહિ,તેમ જણાવીને ત્રણ ભોગ ભેગા ધરાવવાનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવામાં આવે નહિ તો વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યોને,ભજનમંડળોને, સંઘોને જાણ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે,તેવી ચિમકી પટેલ ધનશ્યામભાઈ હરમાનભાઈ સહિત અનેક ભક્તોએ લેખિતમાં ટેમ્પલ કમિટિના મેનેજર તેમજ ચેરીટી કમિશ્નર અને મુખ્યમંત્રીને આપી હતી.

 

source: sandesh

ખેડા/Kheda,View : 812

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Happiness is in the heart, not in the circumstances.Unknown