અક્કલ…..

  • આજે મૂડ નથી

    સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
    પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
    સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

ટ્યુશન વિના ટોપર્સ! શિક્ષકોએ ત્રણ વર્ષ ફી ભરી, વિદ્યાર્થિનીને ધો-12માં 92 PR

201729May
ટ્યુશન વિના ટોપર્સ! શિક્ષકોએ ત્રણ વર્ષ ફી ભરી, વિદ્યાર્થિનીને ધો-12માં 92 PR

સીબીએસઇના રવિવારે જાહેર થયેલા પરિણામો બાદ પ્રતિકૂળ પરિસ્થિત અને સંજોગોમાં પણ અસાધારણ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓની હકીકતો બહાર આવી હતી.

તેમાં અમદાવાદની વિદ્યાર્થીની અફસાનાનો કિસ્સો શિક્ષણ જગતને ગૌરવ અપાવે એવો છે. પરિવારની આર્થિક તંગીના કારણે સ્કૂલ છોડવાનું નક્કી કરનાર અફસાનાની ફી સ્કૂલના શિક્ષકોએ મળીને ભરી દીધી હતી. રવિવારે વિદ્યાર્થીનીએ 91.6 પર્સેન્ટાઈલ મેળવીને પોતાના શિક્ષકોના સમર્પણને સાર્થક ઠેરવ્યું છે.

નબળી આર્થિક સ્થિતિના કારણે સ્કૂલ છોડવાનો નિર્ણય કર્યો હતો અમદાવાદની ઉદગમ સ્કૂલમાં ભણતી પ્રતિભાશાળી અફસાના નૌશાદે પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે બીજા સેમેસ્ટરમાં સ્કૂલ છોડવાનો નિર્ણય કર્યો હતો. વાતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલને થતા તેમણે તથા અન્ય શિક્ષકોએ ભેગા મળીને અફસાનાની ફી ભરી દીધી હતી.

એટલું નહીં તેમણે સ્કૉલરશિપમાંથી ફી ભરાઈ હોવાનું અફસાનાને કહીને નિશ્ચિંતપણે અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું હતું. રવિવારે જાહેર થયેલા સીબીએસઇના 12મા ધોરણના પરિણામોમાં અફસાનાએ ટ્યુશન કર્યા વિના 91.6 PR સાથે જ્વલંત સફળતા મેળવી હતી.

પરિણામ આવ્યા પછી ખબર પડી ફી શિક્ષકોએ ભરી હતી રસપ્રદ વાત છે કે રવિવારે 12મા ધોરણનું પરિણામ આવ્યા બાદ અફસાનાને જાણ થઈ કે તેની ફી સ્કૉલરશીપમાંથી નહીં પણ તેનાં શિક્ષકોએ ભરી હતી. અફસાનાનો પરિવાર સૌરાષ્ટ્રથી અમદાવાદ આવીને વસ્યો હતો. પિતા ટૂંકા વેતનમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

અન્ય ભાઈ-બહેનોના ભણતરના ખર્ચને પહોંચી વળવા માટે અફસાનાએ ડ્રોપ લેવાનું નક્કી કર્યું હતું. બાદમાં અફસાના પોતાના મુસ્લિમ સમાજમાંથી મળેલી સ્કૉલરશીપ સ્કૂલમાં જમા કરાવવા ગઈ ત્યારે જાણ થઈ કે તેની બારમા ધોરણ સુધીની બધી ફી જમા થઈ ગઈ છે. સ્કૂલમાંથી કહેવાયું કે સ્કૉલરશીપમાંથી ફી ભરાઈ છે.

જો કે રિઝલ્ટ આવ્યા બાદ અફસાનાને સાચી હકીકતની જાણ થઈ હતી. ગદગદ થયેલી અફસાનાએ કહ્યું હતું કે, હું સીએ બનીને મારા જેવા અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા માગુ છું.'

તેજસ્વી અફસાનાને મુશ્કેલી પડે નહીં એટલા માટે ફી ભરી : સ્કૂલ અફસાનાની ઉદગમ સ્કૂલના ડિરેક્ટર રાધિકા ઐયરે જણાવ્યું હતું કે અફસાના ભણવામાં તેજસ્વી હતી.

તેથી પૈસાની તકલીફના લીધે તેના ભણતરમાં અવરોધ આવે એવું અમે ઈચ્છતા નહોતા. તેથી શિક્ષકોએ સાથે મળીને તેની બધી ફી ભરી દીધી હતી. અમે તેને વાતથી અજાણ રાખી હતી.

 

source: divyabhaskar

શિક્ષણ/Education,અહમદાબાદ/Ahmedabad,View : 467

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Obstacles are those frightful things you see when you take your eyes off the goal. Henry Ford