અક્કલ…..

  • વિદ્યા

    ટીચર - રાજુ તુ કોલેજમાં કેમ આવે છે ?
    રાજુ - વિદ્યા માટે
    ટીચર - તો હવે ઉંઘી કેમ રહ્યો છે ?
    રાજુ - આજે વિદ્યા નથી આવી સર.

ટી-20માં ભારતનો પરાજય, ધોની સહિત 6 પ્લેયર્સનું ખરાબ પ્રદર્શન

201710Jul
ટી-20માં ભારતનો પરાજય, ધોની સહિત 6 પ્લેયર્સનું ખરાબ પ્રદર્શન

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રવિવારે સીરિઝની એકમાત્ર ટી-20 મેચ કિંગ્સટનમાં રમાઇ હતી. જેમાં વેસ્ટ ઇન્ડીઝે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમ દરેક મામલે વિન્ડીઝના મુકાબલે નબળી જોવા મળી હતી. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય મામલે ભારતીય ખેલાડી કઇક ખાસ કરી શક્યા નહતા. મેચમાં સદી ફટકારનાર ઇવિન લુર્ઇસનો કેચ બે વખત છુટ્યો હતો.

આ પ્લેયર્સનું ખરાબ પ્રદર્શન પડ્યું ભારે 1) એમએસ ધોની (રન પણ ન બનાવ્યા, બે સ્ટમ્પિંગ મિસ કરી) 2) મો.શમી (સૌથી મોંઘો સાબિત થયો, કેચ પણ છોડ્યો) 3) કેદાર જાધવ (માત્ર 4 રન બનાવી આઉટ થયો) 4) દિનેશ કાર્તિક (હાથમાં આવેલ આસાન કેચ છોડ્યો) 5) રવિન્દ્ર જાડેજા (ત્રણ ઓવરમાં 46 રન આપ્યા) 6) વિરાટ કોહલી (બેટિંગમાં ફેલ, કેટલાક નિર્ણય ભારે પડ્યા) એમએસ ધોની (રન પણ ન બનાવ્યા, બે સ્ટમ્પિંગ મિસ કરી) - આ મેચમાં ધોનીએ ન તો બેટિંગમાં સારૂ પ્રદર્શન કર્યુ અને ન તો તે સારી રીતે વિકેટ કીપિંગ કરી શક્યો.

ધોની 2 રન બનાવી આઉટ થયો જ્યારે કીપિંગ દરમિયાન તેને બે સ્ટમ્પિંગના ચાન્સ મિસ કરી દીધા હતા. - ધોનીએ વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ દરમિયાન બીજી ઓવરમાં અશ્વિનના બોલ પર ક્રિસ ગેલની સ્ટમ્પિંગ મિસ કરી દીધી હતી જ્યારે તે 2 રન બનાવી રમી રહ્યો હતો. - તે બાદ ધોનીએ 15.3 ઓવરમાં કુલદીપની બોલ પર માર્લોન સેમ્યુઅલ્સની સ્ટમ્પિંગનો ચાન્સ છોડી દીધો હતો. જ્યારે તે 25 રને રમી રહ્યો હતો.

- જે પિચ પર એકલા ઇવિન લુર્ઇસે ટીમ ઇન્ડિયાના બોલર્સની હાલત ખરાબ કરી દીધી હતી, તે પિચ પર ધોની માત્ર 2 રન જ બનાવી શકયો હતો. મેચ સમરી: - ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 190 રન બનાવ્યા હતા. જેમાં દિનેશ કાર્તિકે 48, વિરાટ કોહલીએ 39 અને રિષભ પંતે 38 રન બનાવ્યા હતા.

- મેચ દરમિયાન 15.3 ઓવરમાં ટીમનો સ્કોર 2 વિકેટે 151 રન હતો અને ટીમ ઘણી મજબૂત સ્થિતિમાં હતી પરંતુ આગળની 15 બોલની અંદર માત્ર 13 રન બન્યા હતા અને 4 વિકેટ પડી ગઇ હતી. અંતિમ બે ઓવરમાં અશ્વિન અને જાડેજાએ 26* રનની પાર્ટનરશિપ કરતા ટીમને 190 રન સુધી પહોચાડ્યું હતું.

- પડકારનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝને ક્રિસ ગેલ અને ઇવિન લુર્ઇસને શાનદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 50 બોલમાં 82 રનની ભાગીદારી કરી હતી. - તે બાદ ઇવિન લુર્ઇસ (125*) અને માર્લોન સેમ્યુઅલ્સ (36*)એ બીજી વિકેટ માટે 61 બોલમાં 112* રનની ભાગીદારી કરતા ટીમને જીત અપાવી હતી.

- મેચમાં ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ ઘણી ખરાબ રહી હતી અને લુર્ઇસને બે જીવનદાન મળ્યા હતા. મેચમાં ભારત તરફથી માત્ર 6 સિક્સર લાગી હતી જ્યારે યજમાન ટીમે 14 સિક્સર ફટકારી હતી. - વિન્ડીઝે 18.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 194 રન બનાવી 9 વિકેટે મેચને જીતી લીધી હતી.

 

source: divyabhaskar

રમત-જગત/Sports,ભારત/India,View : 479

    Comments

    • જયમૈષ શાહ23/06/2018કન્યા રાશિમાં નવા નામ પુત્ર માટે જણવશો
    • સોલંકી દિલીપ23/06/2018તા.22/06/2018 રાશી જણાવજો
    • Rahul22/06/20183/6/18/રાત્રે 7:35 વાગે જન્મ થયો એના માટે એની રાશી અને એનું નેમ નું અક્ષર કેજે
    • Sanjay gavadiya21/06/2018તારીખ 16 6 2018 10:00 પુત્રનો જન્મ થયેલ છે તો એના નામ માટે રાશી જોવા શું કરવું જોઈએ
    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • તમારી કોઈ નિંદા કરે તો સહન કરજો. તમારાં પાપ નીંદ્કને લાગશે ને તેનાં પુણ્ય તમને મળશે.