ટીમ ઇન્ડિયાના કોચ બન્યા બાદ 2 વર્ષમાં શાસ્ત્રી સામે આ 5 મોટા પડકાર

201713Jul
ટીમ ઇન્ડિયાના કોચ બન્યા બાદ 2 વર્ષમાં શાસ્ત્રી સામે આ 5 મોટા પડકાર

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ફેવરિટ રવિ શાસ્ત્રી અંતે હેડ કોચ બની ગયા છે. જૂન, 2017માં અનિલ કુંબલેના રાજીનામા બાદથી શાસ્ત્રીને આ જોબ માટે ફેવરિટ ગણવામાં આવતા હતા. હવે કોચ બન્યા બાદ શાસ્ત્રી અને ખુદ વિરાટ કોહલી માટે કેટલીક મોટી ચેલેન્જ છે.

ચેલેન્જ એટલા માટે પણ કારણ કે બન્ને સારા પરિણામ માટે એક બીજા સાથે કામ કરવા માંગતા હતા. એવામાં શાસ્ત્રીએ સૌથી પહેલા 2019ની વર્લ્ડકપની ટીમ વિશે વીચારવુ પડશે.

2019 WCની ટીમ તૈયાર કરવી, ધોની પર નિર્ણય - રવિ શાસ્ત્રી 2019માં રમાનાર વન ડે વર્લ્ડકપ સુધી ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા છે. એવામાં તેની સામે સૌથી મોટો પડકાર આ ટૂર્નામેન્ટ માટે ટીમ તૈયાર કરવાનો હશે. જેની તૈયારી તેને અત્યારથી જ શરૂ કરવી પડશે. ટીમ એવી હોય જેમાં અનુભવની સાથે યુવા જોશ પણ હોય.

એવામાં તેની ઉપર સૌથી વધુ પ્રેશર ટીમમાં બે સીનિયર ક્રિકેટર્સની ભૂમિકા (મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજ સિંહ) નક્કી કરવાનું હશે. - શાસ્ત્રીના કોચ બનવાથી ધોની મુશ્કેલ સ્થિતિમાં આવી શકે છે.

ધોની-શાસ્ત્રી વચ્ચે સબંધ પહેલાથી ફ્રેન્ડલી નથી. 2015માં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ જ્યાં ત્યા હારવા લાગી હતી ત્યારે બન્ને વચ્ચે ટકરાવ ખુલીને સામે આવ્યો હતો.

ત્યારે ધોનીએ એમ કહેવુ પડ્યુ હતું કે તે કેપ્ટન્સીમાં વિરાટની મદદ ઇચ્છે છે. - મીડિયા રિપોર્ટ્સમાં ત્યારે એ વાત પણ સામે આવી હતી કે ટીમ બે ભાગમાં વેચાઇ ગઇ છે. કેટલાક ખેલાડી ધોનીના સપોર્ટમાં છે તો કેટલાક ટેસ્ટ કેપ્ટન બની ચુકેલા વિરાટની ફેવરમાં છે.

2016માં ટી-20 વર્લ્ડકપ બાદ જ્યારે શાસ્ત્રીનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો ત્યારે પણ ધોનીએ કહ્યું હતું કે માત્ર પદ ભરવા માટે કોઇને પણ કોચ બનાવવો બરાબર નથી. જ્યારે વિરાટે શાસ્ત્રીનું નામ લીધુ હતું.

- હવે જ્યારે ટીમ કોચ અને કેપ્ટનના હિસાબથી ચાલશે તો ધોનીએ પોતાની જગ્યા ટીમમાં બનાવી રાખવા માટે સારૂ પ્રદર્શન કરવુ પડશે. સતત ખરાબ પ્રદર્શનને કારણે તે પહેલાથી જ નિશાના પર છે.

ધોની વેસ્ટ ઇન્ડીઝ સીરિઝમાં 5 મેચમાં 32ની એવરેજથી માત્ર 161 રન જ બનાવી શક્યો હતો. આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની 5 મેચમાં પણ ધોની માત્ર 67 રન બનાવી શક્યો હતો. ધોનીને 2 મેચમાં બેટિંગની તક મળી હતી.

 

source: divyabhaskar

ભારત/India,રમત-જગત/Sports,View : 439

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે