અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

જૂનાગઢ મેળામાં ચાર લાખથી વધુ ઉમટ્યાં, પ૦૦થી વધુ કામદારો મફતમાં કરશે સફાઈ

201724Feb
જૂનાગઢ મેળામાં ચાર લાખથી વધુ ઉમટ્યાં, પ૦૦થી વધુ કામદારો મફતમાં કરશે સફાઈ

ગિરિતળેટીમાં ધીમે ધીમે ચરમસીમાએ પહોંચેલા મહાશિવરાત્રિના મેળામાં જાગેલી અલખની આહલેક વચ્ચે આજે ચાર લાખથી વધુ ભાવિકો ઉમટી પડતા જાણે કે હૈયે હૈયુ દળાયું હોય તેવો માહોલ રચાયો હતો. આજે મહાશિવરાત્રિના દિવસે મધરાત્રે દિગમ્બર સંતોની રવેડી અને મૃગીકુંડમાં શાહિસ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે.

રવેડીના દર્શન કરવા માટે બપોરથી જ લોકો રૃટની બન્ને તરફ ગોઠવાઈ જશે. જૂનાગઢના ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રિના મેળામાં આજે ચોથા દિવસે ભાવિકોની ભારે મેદની ઉમટી પડી હતી.

સવારથી સાંજ સુધી સમગ્ર ગિરિતળેટીમાં ક્યાંય પગ મુકવાની જગ્યા રહી નહોતી. શિવજીની આરાધનામાં લીન બનેલા સાધુ-સંતોના દર્શન કરવા આવેલા હજ્જારો ભાવિકોને અન્નક્ષેત્રોમાં હરિહરના નાદ સાથે પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.

આજે મોડી રાત સુધીમાં મેળામાં ચાર લાખથી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોવાનો અંદાઝ મુકાઈ રહ્યો છે. આવતીકાલે મેળાના અંતિમ દિવસે રાત્રે દિગમ્બર સંતોની રવેડી યોજાશે. જેમાં ક્રમ પ્રમાણે સૌપ્રથમ જૂના અખાડા બાદમાં આવાહન અને પછી અગ્નિ અખાડાના સંતો પોતપોતાના ઈષ્ટદેવતા, ધ્વજા અને નિશાન સાથે જોડાશે. વરિષ્ઠ સાધુ-સંતો બગીમાં બેસીને રવેડીમાં જોડાશે.

રવેડી દરમિયાન દિગમ્બર સંતો દ્વારા અંગકસરતના દાવ, તલવાર બાજી સહિતના કરતબો રજુ કરવામાં આવશે. મધરાત્રે નિકળનારી આ રવેડી માટે સાંજથી જ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. મહાપાલિકા દ્વારા રવેડીના રૃટની સફાઈ કરીને પાણીનો છંટકાવ કરવામાં આવશે. જૂના અખાડા ખાતેથી શરૃ થયેલી આ રવેડી રૃપાયતનના પાટિયા સુધી આવ્યા બાદ પરત ભવનાથ મંદિર સુધી જશે.

અહી દિગમ્બર સંતો પરંપરા અનુસાર મૃગીકુંડમાં સ્નાન કરીને મહાદેવજીની મહાઆરતીમાં ભાગ લેશે. ભવનાથ મંદિરે મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહુતિ થશે. લોકો ટ્રેનના છાપરે ચડી મેળો માણવા ઉમટી પડયા દર વર્ષની જેમ આ વખતે પણ લોકો ટ્રેનના છાપરે ચડીને મેળો માણવા માટે ઉમટી પડયા છે. રેલવે તંત્ર દ્વારા પુરતી સુવિધા વધારવામાં આવતી નથી. જરૃરી વધારાની ટ્રેનો દોડાવવામાં આવતી નથી.

વધારાના કોચ લગાવવામાં આવતા નથી. સુવિધામાં નજીવો વધારો કરાય છે. જેને લઈને ટ્રેનના એક પણ ડબ્બામાં પગ મુકવાની જગ્યા હોતી નથી. આવી સ્થિતિ વચ્ચે ખાસ કરીને મીટર ગેઈજ લાઈનની આખી ટ્રેન ઉપર લોકો કિડિયારાની માફક ગોઠવાઈ જાય છે.

આવી જોખમી મુસાફરી ખેડીને પણ લોકો મેળામાં આવી પહોંચ્યા છે. મેળા પછી પ૦૦થી વધુ કામદારો મફતમાં સફાઈ કરશે ! મેળામાં ઉમટી પડેલા લાખ્ખો યાત્રિકોના કારણે મેળા બાદ ભવનાથ ક્ષેત્ર ઉકરડામાં ફેરવાઈ જાય છે. ઠેર ઠેરથી સફાઈ કરવા માટે તંત્રને ઉંધા માથે થવું પડે છે.

ત્યારે મેળો પુરો થયા પછી તા.ર૬ ને રવિવારે બપોરે ૩ થી ૬ કલાકે પ૦૦ થી વધુ સફાઈ કામદારો ભવનાથની સફાઈ કરશે. સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમાના જણાવ્યા અનુસાર રજાના દિવસે કોઈ વેતન લીધા વગર કાયમી અને કોન્ટ્રાક્ટના તમામ કામદારો આ અભિયાનમાં જોડાશે.

સોમનાથમાં આજે ‘ફરાળી’ અન્નક્ષેત્ર શરૃ કરાશે હરિઓમ સેવા મંડળ દ્વારા સતત છઠ્ઠા વર્ષે સોમનાથ ખાતે આવતીકાલે તા.ર૪ ના રોજ શિવરાત્રિ નિમિત્તે ‘ફરાળી’ અન્નક્ષેત્ર શરૃ કરવામાં આવશે.

સોમનાથમાં આવતા યાત્રિકો માટે ક્યાંય ફરાળની યોગ્ય વ્યવસ્થા હોતી નથી. માટે લીલાવતી અતિથિ ભવન સામે સાંંસ્કૃતિક ભવન ખાતે શરૃ કરવામાં આવનાર આ અન્નક્ષેત્રમાં મીનરલ વોટર, છાશ, ફરાળી ખીચડી, બટેટાની ચિપ્સ, ચેવડો, ગાજરનો હલવો, તળેલા મરચા શ્રદ્ધાળુઓને પિરસવામાં આવશે. સવારે ૧૦ થી સાંજે પ વાગ્યા સુધી અન્નક્ષેત્ર શરૃ રાખવામાં આવશે.

‘ભાંગ કેવી રીતે ઉતારવી’, જૂનાગઢમાં મુકાયુ બોર્ડ ! જૂનાગઢના ભુતનાથ મંદિર ખાતેનું નોટીસ બોર્ડ વૈચારિક જાગૃતિ ફેલાવવા માટે શહેરના બૌદ્ધિક વર્ગમાં જાણીતું છે. આ બોર્ડ દ્વારા સમય અને સ્થિતિને અનુરૃપ સારા વિચારો વહેતા કરવામાં આવે છે.

આવતીકાલે આવનાર શિવરાત્રિના પર્વને અનુલક્ષીને કોઈએ વધારે પડતી પ્રસાદીની ભાંગ લઈ લીધી હોય તો ચડી ગયેલી ભાંગ કેવી રીતે ઉતારવી ? તેના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,જુનાગઢ/Junagadh,ગીર સોમનાથ/Gir Somnath,View : 684

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???