અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

જૂનાગઢમાં બે કલાકમાં ધોધમાર ચાર ઇંચ વંથલી-તાલાલા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ

201623Sep
જૂનાગઢમાં બે કલાકમાં ધોધમાર ચાર ઇંચ વંથલી-તાલાલા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે આજે ક્યાંક કાળઝાળ તાપ વરસ્યો હતો તો અમુક શહેરો-ગામોમાં મેઘાવી માહોલ વચ્ચે ઝાપટાથી માંડી પાંચ ઇંચ જેટલી મેઘમહેર વરસી હતી. જેમાં સૌથી વધુ ગીરનાર આસપાસ પાંચ ઈંચ તો જૂનાગઢમાં બે કલાકમાં સાંબેલાધારે ચાર ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર સર્જાયો હતો.

એ જ રીતે વંથલી અને તાલાલા ૫ંથકમાં ત્રણ ઈંચ મેઘમહેર વરસી ગઈ હતી. જૂનાગઢમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ શરૃ થયો હતો અને બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો.

જયારે ગિરનાર ક્ષેત્રમાં પાંચથી વધુ વરસાદ પડયો હતો. જેના કારણે કાળવા તથા સોનરખ નદીમાં પૂર આવ્યું હતું. છ થી આઠ વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડતા ચારે તરફ પાણી - પાણી થઇ ગયું હતું. અને અશોક શિલાલેખ નજીક આવેલા દરવેશ્વર મંદિરમાં પાણી ઘૂસી ગયું હતું. વરસાદ ધીમો પડયા બાદ પાણીનો નિકાલ થયો હતો. આ ઉપરાંત ઝફર મેદાન નજીક પી.એન.ટી. કોલોની ઉપરાંત અનેક સ્થળે પાણી ભરાઇ ગયા હતા.

જૂનાગઢ ઉપરાંત વંથલીમાં ૪ થી ૬ દરમ્યાન બે ઇંચ અને ૬ થી ૮ દરમ્યાન વધુ એક ઇંચ મળી કુલ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે મેંદરડામાં એક ઇંચ, કેશોદમાં તથા માણાવદરમાં અડધો - અડધો ઇંચ તેમજ વિસાવદરમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ આજે રાજકોટ જિલ્લામાં આજે એકમાત્ર ઉપલેટામાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અમરેલી જિલ્લામાં જાફરાબાદના ટીંબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં સાંબેલાધારે એક ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યારે ધારીમાં જોરદાર ઝાપટાથી માર્ગો પલળ્યા હતા.

સોમનાથ જિલ્લામાં આજે કોડીનારમાં એક ઇંચ અને ઉનામાં અડધો ઇંચ તથા તાલાલા અને ગીરગઢડામાં ઝાપટા પડયા હતા. જ્યારે ડોળાસામાં પોણો ઇંચ તો બીજી તરફ મોડીસાંજે તાલાલા તાલુકામાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ હતી.

તાલાલામાં ધોધમાર એક ઇંચ જ્યારે આંકોલવાડી, માધુપુર, ધાવા ગીર, બોરવાવ, લુસાણા સહિતના ગામોમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસી પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.

source: gujaratsamachar

જુનાગઢ/Junagadh,ગીર સોમનાથ/Gir Somnath,અમરેલી/Amreli,View : 847

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???