અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

જીએસટીના વિરોધમાં સૌરાષ્ટ્રભરના ફર્નિચરના વેપારીઓનો સજ્જડ બંધ

201720Jun

રાજકોટ જીએસટીના વિરોધમાં સૌરાષ્ટ્ર ભરના નાના-મોટા વેપારી, ધંધાર્થીઅોએ સજ્જડ બંધ પાળ્યો હતો. તેમજ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રાજકોટમાં સોમવારે ઢેબર રોડ ખાતે ફર્નિચરના વેપારી, ધંધાર્થીઓ એકઠા થયા હતા. ઢેબર રોડ ઉપર આવેલી તમામ દુકાનો સજ્જડ બંધ રહી હતી.

વેપારીઓએ એવું જણાવ્યું હતું કે, જે રીતે 28 ટકા ટેક્સ ફર્નિચર ઉપર લાગુ કર્યો છે તે આયોગ્ય છે. આટલો બધો ટેક્સ કોર્પોરેટ કંપની જ સહન કરી શકે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના ધંધાર્થી તેમજ વેપારી એવા છે કે જે નાના- મધ્યમ કક્ષાના છે તેનુ ટર્નઓવર 3 લાખથી વધારે છે પણ નહીં.

આવા વેપારી ઓનલાઇન રિટર્ન માટે કમ્પ્યૂટરના ખર્ચા કે પછી મેતાજી એકાઉન્ટન્ટના ખર્ચા ખમી ના શકે. વેપારીઓની પરિસ્થિતિને ધ્યાને રાખી 28 ટકાને બદલે માત્ર 12 કે 18 ટકા ટેક્સના દાયરામાં રાખવામાં આવે તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્તમાન દર માત્ર 15 ટકા છે. ગુજરાત ફર્નિચર એસો. તરફથી બંધનું એલાન કરાયું હતું જેને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ભરના ફર્નિચરના વેપારીઓએ ટેકો જાહેર કર્યો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જૂનાગઢ, જેતપુર, ભાવનગર, પોરબંદર, જામનગર સહિતના વિવિધ શહેરોના વેપારીઓએ જીએસટી સામે વિરોધ નોંધાવ્યો હતો.

અંદાજિત 2000 વેપારી- ધંધાર્થીઓ બંધમાં જોડાયા હતા. અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજકોટમાં ફર્નિચરના વેપારીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રમુખ ધીરૂભાઇ વિરડિયાના જણાવ્યાનુસાર જો 28 ટકા ટેક્સમાં ઘટાડો નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન હાથ ધરાશે.

 

source: divyabhaskar

રાજકોટ/Rajkot,મોરબી/Morbi,જુનાગઢ/Junagadh,ભાવનગર/Bhavnagar,પોરબંદર/Porbandar,જામનગર/Jamnagar,View : 210

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિજ્ઞાન કહે છે,જીભ પર થયેલી ઈજા જલ્દી થી માટે છે, જયારે જ્ઞાન કહે છે, જીભ થી થયેલી ઈજા ક્યારેય મટતી નથી..