જિંદગીભરની કમાણી રાખમાં ફેરવાતા વિદેશમાં સ્થિત પરિવારો શોકમાં

201612Nov
જિંદગીભરની કમાણી રાખમાં ફેરવાતા વિદેશમાં સ્થિત પરિવારો શોકમાં

ઉંચા મૂલ્યની નોટો આર્થીક-વ્યવહારોમાંથી એકાએક રદ કરી દેવાના નિર્ણયને પગલે સ્થાનિક એનઆરઆઇ અને વિદેશમાં વસતા પરીવારોની ચિંતામાં પણ વધારો થયો છે. જેમાં જીંદગીભર વિદેશમાં કમાઇને વતનની બેંકોના લોકરમાં ૫૦૦-૧૦૦૦ની નોટોરૃપે એકત્રિત કરેલી મુડી એકાએક ડુબી જતાં કેટલાક એનઆરઆઇ પરીવારો તત્કાલિન અસરથી વતનમાં આવીને ડુબતી જતી મુડીને યેનકેન પ્રકારે બચાવી લેવાની વેતરણમાં પડયા છે.

૫૦૦-૧૦૦૦ની નોટના અવમૂલ્યન અને રદ કરવના નિર્ણયથી ભારતવાસીઓ સહિત સ્થાનિક કક્ષાએ મોટી મુડી રોકડ સ્વરૃપે લોકરમાં ધરાવતા વિદેશસ્થિત પરીવારોની કફોડી સ્થિતિ સર્જાઇ છે.

જેમાં અમેરિકા, લંડન, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, સિંગાપોર, ગલ્ફ કન્ટ્રી સહિતના દેશોમાં સ્થાયી થયેલા અને સમયાંતરે વતનમાં આવીને ડોલર-પાઉન્ડ,દિરહામ સહિતના વિદેશી ચલણને ભારતીય મૂલ્યમાં પરિર્વિતત કરીને બેંકોના કે ખાનગી લોકરોમાં સુરક્ષિત રીતે મુકીને પરત વિદેશ જતા રહેતા એનઆરઆઇ પરીવારોને પણ કેન્દ્ર સરકારના ઓચિંતા નિર્ણયે આંચકો આપ્યો છે.

જેમાં કેટલાક વિદેશ સ્થિત પરીવારોએ ડુબતો માણસ તણખલુ પકડે તેમ વતનમાં આવીને કૌટુંબિક સંબંધીઓ કે સગા-સ્નેહીજનો,ફળિયા, સોસાયટી વિસ્તારના રહીશોમાં ૫૦૦-૧૦૦૦ની રકમ રોકડ સ્વરૃપે જમા કરાવીને મૂલ્યવિહીન બની ગયેલી મુડીની કિંમત ઉપજાવવાના હવાતિયા મારવા શરૃ કર્યા છે. તો કેટલાક વિદેશી ભારતીયોએ મસમોટી રકમને વગર વ્યાજે ધીરધાર કરીને કે હવાલા પાડીને ડુબતા જતા નાણાંને બચાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

જયારે બીજી તરફ પ્રતિવર્ષની જેમ વતનની સફર દરમ્યાન કિંમતી વસ્ત્રો, આભૂષણો, જર-ઝવેરાતની ખરીદીમાં પણ કેટલાક પરીવારોએ વધુ ઉત્સાહ દાખવીને આડેધડ ખરીદી શરૃ કરી છે. પરીણામે ચાલુ સિઝનમાં ક્રિસમસ વેકેશન પૂર્વે જ એનઆરઆઇ પરીવારોનો પ્રવાહ વતન તરફ વળતાં ગ્રામ્ય-શહેરી વિસ્તારો, બજારોમાં ચહલપહલ વર્તાઇ રહી છે.

ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ કામે લગાડયુ વિદેશમાં રહીને ગણતરીબાજ બનેલા કેટલાક વિદેશી ભારતીયોએ લોકરમાં પડેલા નાણાં અવમૂલ્યનને પગલે વ્યર્થ વેડફાઇ ન જાય તે માટે મને કમને કેટલીક જરૃરતમંદ સંસ્થાઓ, કેળવણી મંડળોેને દાન કરીને સંતોષ માન્યો છે.

તો કેટલાક પરીવારોએ અત્યંત જરૃરતમંદ પરીવારો પાસેથી સ્થાવર મિલ્કતો ઉંચા ભાવે ખરીદીને બિનઉપયોગી બનતી જતી કરન્સીને બચાવી લેવાની તજવીજ હાથ ધરી છે.

એનઆરઆઇ ગ્રામ્ય વિસ્તારોમાં અફરાતફરી આણંદમા આવેલા ધર્મજ, ભાદરણ, કરમસદ, સોજીત્રા,આણંદ, પેટલાદ,વલ્લભવિદ્યાનગર સહિતના એનઆરઆઇ ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં કરોડોની સ્થાવર જંગમ મિલ્કત ધરાવતા તેમજ ૫૦૦-૧૦૦૦ના મૂલ્ય સ્વરૃપે રોકડ રકમ ધરાવતા એનઆરઆઇ પરીવારોએ પણ જીંદગીભરની કિંમતી મુડીને બચાવવા માટે જુદી-જુદી તરકીબો અજમાવીને મૂલ્યવિહીન બનતી કરન્સીને ઉગારી લેવાની કવાયત શરૃ કરી છે.

 

source: sandesh

ખેડા/Kheda,આણંદ/Anand,View : 546

  Comments

  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે